For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશની સૌથી મોટી કેબલ ઉત્પાદક કંપની પોલીકેબ ઉપર ITના દરોડા

11:10 AM Dec 22, 2023 IST | Sejal barot
દેશની સૌથી મોટી કેબલ ઉત્પાદક કંપની પોલીકેબ ઉપર itના દરોડા

ગુજરાતમાં બિલ્ડરો, જ્વેલર્સ અને કેમિકલના ધંધાર્થીઓ બાદ ઈન્કમટેક્સ વિભાગે કેબલના ધંધાર્થીઓને ઝપટે લીધા હોય તેમ તાજેતરમાં આર.આર. કેબલ ઉપર દરોડા બાદ આજે સવારથી ભારતની સૌથી મોટી પોલીકેબ ઈન્ડિયા લીમીટેડ નામની કેબલ ઉત્પાદન કરતી કંપની ઉપર ઈન્કમટેક્સ તંત્ર ત્રાંટક્યું છે અને ગુજરાત, મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં આવેલી કંપનીના ડિલરો તેમજ ઓફિસો સહિત અંદાજે 50 જેટલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
જાણવા મલતી માહિતી મુજબ આજે વહેલી સવારથી પોલીકેબ ઈન્ડિયા લી.ની હાલોલ ખાતે આવેલી ફેક્ટરી ઉપરાંત અમદાવાદની સેલ્સ ઓફિસ તથા કંપનીના ડિરેક્ટરોના નિવાસ સ્થાનો તેમજ દમણ, મુંબઈ અને અન્ય રાજ્યોમાં આવેલી ઓફિસો તથા ડિલરોને ત્યાં ઈન્કમટેક્સ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ પોલીસના બંદોબસ્ત હેઠળ ગુજરાતભરની ઈન્કમટેક્સ ઓફિસોના 150થી વધુ અધિકારીઓએ 50 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ દરોડા દરમિયાન કંપનીના ડાયરેક્ટરોના નિવાસ સ્થાનોમાં રહેતા તમામ પરિવારજનો ઉપરાંત ઓફિસોમાં સ્ટાફના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. અને બાકીના સ્ટાફને ઓફિસમાં એન્ટ્રી આપવામાં આવી નથી. બંધ બારણે ઈન્કમટેક્સ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોટી કરચોરી બહાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આજે અચાનક જ ફરી ઈન્કમટેક્સ તંત્રએ કેબલ કંપનીને નિશાન બનાવતા કેબલ ઉત્પાદકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ કેબલ ઉત્પાદક કંપની ભારતની સૌથી મોટી કંપનીમાંની એક માનવામાં આવે છે અને કંપનીના દેશમાં અલગ અલગ 23 સ્થળે ઉત્પાદક પ્લાન્ટ આવેલા છે. તેમજ 25 જેટલા વેરહાઉસ અને 15 જેટલી ઓફિસોનું વિશાળ નેટવર્ક ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિના બાદ ઈન્કમટેક્સ તંત્ર દ્વારા ગુજરાતમાં બિલ્ડરો, જ્વેલર્સ અને કેમીકલ ધંધાર્થીઓ સહિતના ક્ષેત્રના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડાનો દૌર અવિરત ચાલુ રહ્યો હોય તેમ આજે વધુ એક કેબલ ઉત્પાદક ઝપટે ચડ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement