For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં લુલુ ગ્રૂપે 520 કરોડની જમીન ખરીદી

11:40 AM Jun 20, 2024 IST | Bhumika
અમદાવાદમાં લુલુ ગ્રૂપે 520 કરોડની જમીન ખરીદી
Advertisement

દુબઈની કંપની લુલુ ઈન્ટર નેશનલ શોપિંગ મોલ્સ પ્રાઈવેટ લિમિટેડ (લુલુ ગ્રુપ) દ્વારા અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેનાં પગલે શહેરનાં એસપી રિંગ રોડ પર ચાંદખેડા પાસે આવેલા 66168 ચોરસ મીટરના પ્લોટને લુલુ ગ્રુપ દ્વારા ઈ-ઓક્શન દરમિયાન મહત્તમ ઓફર આપવામાં આવી છે. રૂૂ. 512 કરોડની પ્લોટ ખરીદવાની તૈયારી દર્શાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્લોટની જાહેર હરાજી યોજાઇ હતી. જેમાં મહત્તમ ઓફર આપવામાં આવી હતી. આ પ્લોટમાં અમદાવાદનો સૌથી મોટો મોલ બને તેવી શક્યતા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રહેણાંક તથા વાણિજ્ય રીઝર્વ પ્લોટો પૈકી ટી.પી.સ્કીમ નં. 76/બી(ચાંદખેડા), ફા.પ્લોટ નં. 381+ 382+ 382+391-396 કોમર્શિયલ હેતુવાળા 66168 ચોરસ મીટરના પ્લોટને વેચાણ કરવા જાહેર હરાજી યોજાઈ હતી, જેમાં ત્રણ જેટલા ઓફરદારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જાહેર હરાજીમાં લુલુ ગ્રુપ દ્વારા રૂ.78500ની મહત્તમ ઓફર આપવામાં આવી હતી. આમ, પ્લોટની મૂળ કિંમત 502,87,68,0000ની જગ્યાએ રૂ.519,41,88, 000ની કિંમતે પ્લોટ વેચાશે. એસપી રિંગ રોડ પર ચાંદખેડામાં આ પ્લોટની મૂળ કિંમત કરતા રૂ. 16,54,20000 વધુ કિંમતે પ્લોટનું વેચાણ થશે.

Advertisement

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્લોટોને 99 વર્ષના ભાડાપટ્ટેથી આપવાને બદલે વેચાણથી આપવાની કવાયત હાથ ધરાઈ છે. આ હેતુસર વર્ષો જૂના નિયમમાં સુધારો કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થનારી દરખાસ્ત મંજૂર કરીને હવેથી 99 વર્ષના લીઝથી પ્લોટ આપવાને બદલે વેચાણથી નિકાલ કરવા અને આપવા માટેનો નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના મોટેરા, ચાંદખેડા, બોડકદેવ, થલતેજ, શીલજ, મકરબા, વસ્ત્રાલ, નિકોલ, નરોડા મુઠીયા, વટવા, ઇસનપુર અને નારોલ વિસ્તારમાં આવેલાં જુદા જુદા હેતુનાં 22 પ્લોટની હરાજી મારફતે વેચીને એએમસી રૂ. 2300 કરોડની આવક ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પણ ચાંદખેડા વિસ્તારમાં આવેલા ચાર જેટલા પ્લોટોની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચારેય પ્લોટોમાં ઓફર દ્વારા મહત્તમ કિંમત આપવામાં આવતા પ્લોટ જાહેર હરાજીથી આપવામાં આવ્યો છે. એક પ્લોટમાં જ સૌથી વધારે મહત્તમ ઓફર આવી છે. બાકીના પ્લોટમાં અપસેટ વેલ્યૂ કરતા માત્ર 100 રૂપિયા જ વધુ ઓફર આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement