For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમિકાએ લગ્નનો ઇનકાર કરતા પ્રેમીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

04:40 PM Jun 21, 2024 IST | Bhumika
પ્રેમિકાએ લગ્નનો ઇનકાર કરતા પ્રેમીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
oplus_2097152
Advertisement

મૂળ ઉપલેટાના ચીખલીયા ગામના વતની અને હાલ મેટોડામાં આવેલા અંજલી પાર્કમાં રહેતા યુવકને પ્રેમિકાએ લગ્નનો ઇન્કાર કરતા યુવકે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામના વતની અને હાલ મેટોડામાં આવેલા અંજલી પાર્કમાં રહેતા રાકેશ માધવજીભાઈ સિંગલ નામનો 24 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં રાકેશ સિંગલ મૂળ ચીખલીયા ગામનો વતની છે. અને હાલ મેટોડામાં રહી કંપનીમાં કામ કરે છે. રાકેશ સિંગલને તેની પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા તેને માઠુ લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement