સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ, ઢોલ-નગારાના તાલથી મંદિરમાં ભક્તિમય માહોલ

10:50 AM Jun 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આજે જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી શોભાયાત્રા પ્રારંભ થયો હતો. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી. આ જળયાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.સાબરમતી નદી સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી. થોડીવારમાં આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા. અને આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ જળયાત્રામાં 18 ગજરાજ અને 18થી વધુ ભજનમંડળી પણ જોડાઈ હતી.

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat newsJagannath yatraJalyatra mandir
Advertisement
Next Article
Advertisement