For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાકભાજીના ધંધામાં ખોટ જતા 11 લાખની લૂંટ ચલાવી

12:17 PM Jun 04, 2024 IST | admin
શાકભાજીના ધંધામાં ખોટ જતા 11 લાખની લૂંટ ચલાવી
Advertisement

ખેડૂતને લૂંટી લેનાર વેપારી પકડાયો, ગ્રામ્ય એલસીબી, એસઓજી અને વીંછિયા પોલીસની સંયુક્ત કામગીરી

વીંછીયા નજીક પાક ધિરાણની રકમ લઈને ઘરે જઈ રહેલા ખેડૂત પાસેથી 11.50 લાખની સનસનાટી ભરી લૂંટની ઘટનાનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક વિછીંયા પોલીસની ટીમે ઉકેલી નાખી. આ 11 લાખની લૂંટમાં પડયાદના શાકભાજીના વેપારીની ધરપકડ કરી છે. ધંધામાં ખોટ જતા તેણે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને 31મેના રોજ તેને અજામ આપ્યો હોવાનો તપાસમાં ખૂલીયુ છે.

Advertisement

આ અંગેની વિગતો મુજબ વિછીયા તાલુકાના અજમેર ગામે રહેતા કોળી ઝવેરભાઈ મોતીભાઈ જમોડ તથા ધમાભાઈ સામતભાઈ ખટાણા આજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની વિછીયા શાખામાંથી પાક ધિરાણની રકમમાંથી 11.50 લાખ રૂપિયાની રકમ ઉપાડીને બેન્કમાંથી રકમ લઈને ગઇ તા.31/5ના તેઓ મોટરસાયકલ ઉપર તેમના ઘરે અજમેર ગામે જઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલા શખ્સે ચિરોડાના પાટીયા પાસે બાઇક ઉપર જઈ રહેલા ઝવેરભાઈ તથા ધમાભાઈના મોટરસાયકલને આંતરીને ઝપાઝપી કરીને ફિલ્મી ઢબે લુંટ ચલાવી હતી અને 11.50 લાખ રૂપિયાની રકમ ભરેલી બેગ લઈને આરોપી નાસી ગયો હતો.
જપાજપીને કારણે મોટર સાયકલ ઉપરથી પડી જતા ઝવેરભાઈ જમોડ તથા ધમાભાઈ રબારીને ઇજા થતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બેંકમાંથી રકમ ઉપાડીને જઈ રહ્યા હતા એ દરમિયાન આ બનાવ બન્યો હોવાથી આ બનાવમાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે એલસીબી, એસઓજી અને વિંછીયા પોલીસે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન આ લૂંટમાં પોલીસને મહત્વની કડી મળી હતી અને લૂંટમાં સંડોવયેલ બોટાદ જીલ્લાના લીંડીયાના પાળીયાદ ગામના વતની અને શાકભાજીનું વેપાર કરતા કિરણ પ્રવિણભાઇ મેર (ઉ.વ.20)ની ધરપકડ કરી હતી. કિરણ શાકભાજીનો વેપાર કરતો હોય અને થોડા વખત પૂર્વે તેને ધંધામાં ખોટ આવતા લાખો રૂપિયાનું દેણું થઇ ગયું હતું. જે ચૂકવા માટે અન્ય કોઇ રસ્તો નહીં સૂઝતા તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તેને અંજામ અપ્યો હતો.

જીલ્લા પોલીસવાડ જયપાલસિંહ રાઠૌડની સૂચના આધારે એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, એસ.જે.રાણા ડી.જી.બડવા સાથે એસઓજીના પી.આઇ.એ.એફ.પારગી, પી.એસ.આઇ. ભાનુભાઇ મિયાત્રા તેમજ વિંછીયાના પીએસઆઇ આઇ.એમ.સરવૈયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

વેપારીએ ત્રણ દિવસ બેંકમાં રેકી કર્યા બાદ લૂંટ ચલાવીે

પાળીયાદના શાકભાજીના વેપારી કિરણ મેરની 11 લાખની લૂંટમાં ધરપકડ કરવામાં આવી હોય ખેડૂતને લૂંટી લેનાર કિરણની પૂછપરછમાં ચોંકવનારી વિગતો સામે આવી છે. જેમાં જાણવા મળ્યુ કે શાકભાજીના વેપારમાં ખોટ જતા કિરણે શોર્ટકટથી રૂપિયા કમાઇ દેણુ ઉતારવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. વિંછીયાની એસબીઆઇમાં છેલ્લા ત્રણ દિવસ સુધી રેકી કરી અને કોણ વધુ રૂપિયા લઇને નીકળે છે તેની વોચ રાખી હતી. દરમિયાન ખેડૂત ઝવેરભાઇ અને ધમાભાઇ ધિરણની રકમ લઇને બેંકમાં ઉપાડવા આવ્યા બાદ 11 લાખ રકમ તેમણે બેંકમાંથી ઉપાડી ત્યારે કિરણના ધ્યાનમાં આવ્યુ હતુ અને બેંકેથી જ પીછો કરી રસ્તામાં લૂંટને અંજામ આપ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement