For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોન્ગેસ્ટ સિંગિંગનો મેરેથોન રેકોર્ડ અફુઆ અસંતેવા એડ્ડુઓનમના નામે

01:03 PM Jan 02, 2024 IST | Sejal barot
લોન્ગેસ્ટ સિંગિંગનો મેરેથોન રેકોર્ડ અફુઆ અસંતેવા એડ્ડુઓનમના નામે

આફ્રિકાના ઘાના દેશમાં અફુઆ અસંતેવા એડુઓનમ નામની મહિલાએ લોન્ગેસ્ટ સિન્ગિંગ મેરથોનનો રેકોર્ડ તોડી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. તેણે જૂનો રેકોર્ડ ધરાવનાર ભારતીય સિંગર સુનીલ વાઘમારેને પાછળ છોડી દીધો છે. અફુઆએ 24 ડિસેમ્બરે મોડી રાત્રે ગાવાની સાથે આ મ્યુઝિક મેરથોન શરૂૂ કરી, જેને અફુઆ સંતેવા સિંગથોન તરીકે ઓળખવામાં આવી રહી છે.
સતત પાંચ દિવસ અને કેટલાક કલાકો સુધી તેણે સિન્ગિંગ અટકાવ્યા વગર વિવિધ પોઝિશન અપનાવી હતી જેવી કે સ્ટેન્ડિંગ, લાઇંગ ડાઉન, સિટિંગ અને સ્ક્વોટિંગ. ફિઝિકલ ચેલેન્જિસ હોવા છતાં અફુઆએ શુક્રવારે તેની મેરથોન પૂરી કરવામાં સફળતા મેળવી. તેણે સતત 126 કલાક ગાઈને સિદ્ધિ હાંસલ કરી હતી અને આ વિશ્વવિક્રમ સાથે તેણે 105 કલાક ગાનાર ભારતના સુનીલ વાઘમારેને પાછળ છોડી દીધો હતો. સુનીલ વાઘમારે, જે પ્રોફેશનલ સિંગર છે, તેની જેમ અફુઆ કોઈ પ્રોફેશન સિંગર નથી છતાં આ રેકોર્ડ બ્રેક કરતાં તેની આ વાત પણ તેને ખાસ બનાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement