For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લંડનના મેયરની ચૂંટણી: ભારત-પાક. વચ્ચે ટક્કર

11:44 AM Apr 30, 2024 IST | Bhumika
લંડનના મેયરની ચૂંટણી  ભારત પાક  વચ્ચે ટક્કર
  • હાલના પદાધિકારી સાદિક ખાનને હરાવવા ભારતીય બિઝનેસમેન તરૂણ ગુલાટી મેદાને

બ્રિટનની રાજધાની લંડનમાં મેયર પદ માટે દિલ્હી મૂળના બિઝનેસ મેન પણ રેસમાં છે. આગામી 2 મેના રોજ બ્રિટિશ નગરીમાં મતદાન થશે. મેયર પદ માટે દોડમાં સામેલ ભારતીય મૂળના ઉમેદવાર તરૂૂણ ગુલાટીનું કહેવું છે કે લંડનના નાગરિકોને તમામ પક્ષોએ નિરાશ કર્યા છે. એટલા માટે તે લંડનની જવાબદારી લેવા માંગે છે જેથી શહેરને એક અનુભવી સીઇઓ તરીકે સંભાળી શકે. તરૂૂણ ગુલાટીનો મુકાબલો લેબર પાર્ટીના નેતા અને પાકિસ્તાની મૂળના સાદિક ખાન સાથે છે.

Advertisement

લંડનના હાલના મેયર સાદિક ખાન પહેલાં મુસ્લિમ મેયર જ નહી પરંતુ યૂરોપિયન યૂનિયનની કોઇપણ રાજધાનીના પહેલાં મુસ્લિમ મેયર છે. તેમણે 2016 માં પોતાના પ્રતિદ્વદવી અને કંજર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જૈક ગોલ્ડસ્મિથને હરાવ્યા હતા.દિલ્હીમાં જન્મેલા ઉદ્યોગપતિ તરુણ ગુલાટીનું કહેવું છે કે તેઓ લંડનમાં જરૂૂરી અને આકર્ષક રોકાણ કરીને શહેરની કિસ્મતને પુનજીર્વિત કરવા માંગે છે. 63 વર્ષીય ગુલાટી 2 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા છે. તેમના સિવાય કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગુલાટીએ તાજેતરમાં એક ચૂંટણી ભાષણમાં કહ્યું હતું કે, હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું, જ્યાં વિવિધ સંસ્કૃતિઓ ખીલે છે.

લંડન મેયરની ચૂંટણી જીતવા માટે તમે શું પ્લાનિંગ કરી રહ્યા છો? આ સવાલના જવાબમાં ગુલાટી કહે છે કે, જો બધા વોટ આપવા આવશે તો હું ચૂંટણી જીતીશ. શેડો કેબિનેટમાં સામેલ તરુણ ગુલાટીએ સિટી બેંક અને એચએસબીસી સાથે છ દેશોમાં કામ કર્યું છે. તેઓ ઇંજઇઈ માં ઇન્ટરનેશનલ મેનેજર રહી ચુક્યા છે. ગુલાટીએ કહ્યું, હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું. નસ્ત્રતે વિશ્વની વૈશ્વિક બેંક જેવું છે, જ્યાં સમગ્ર વિશ્વમાંથી લોકો એકઠા થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement