For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભા ઇલેકશન ઇફેકટ, સરકારી વિભાગોમાં નવી પાંચ હજાર ભરતી થશે

05:17 PM Dec 29, 2023 IST | Sejal barot
લોકસભા ઇલેકશન ઇફેકટ  સરકારી વિભાગોમાં નવી પાંચ હજાર ભરતી થશે

લોકસભાની ચુંટણીનું કાઉન્ટર ડાઉન શરૂ થઇ ગયું છે તેવા સમયે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ દ્વારા 5000 જેટલી જગ્યાઓમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અગાઉના ભરતીમાં પેપર ફુટવા અન ભ્રસ્ટાચારની વ્યાપાક ફરિયાદો બાદ સરકારની આબરૂના ધજાગરા ઉડયા હતા નવી ભરતીમાં આવુ ન થાય તો શરૂ એવી ચર્ચા પણ ઉઠી છે.
સરકારી નોકરીની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે જાહેરાત કરી છે. તેમાં 15 જાન્યુઆરી પહેલા ભરતીની જાહેરાત થશે. 5000 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાશે.
વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા ખઈચ પદ્ધતિથી લેવાશે. 15 જાન્યુઆરી પહેલા 5000 જેટલી જગ્યાઓની જાહેરાત થશે. તેમાં ફોરેસ્ટ બિટ ગાર્ડની પરીક્ષા 8 ફેબ્રુઆરી લેવાશે. તથા 4.18 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તેમ હસમુખ પટેલે જણાવ્યું છે. હવે પછીની તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારીત રહેશે. ગ્રુપ એ અને ગ્રુપ બી બનાવવામાં આવ્યા છે. ગ્રુપ એ મુજબ અલગ અલગ 17 કેડરની ભરતી થશે. તેમજ બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપી શકાશે.
વહીવટી તંત્રને વધુ વેગવંતુ બનાવવા ભરતીઓ જાહેર કરાય છે. સ્નાતક કોઈ પણ ભરી શકે એવી પરીક્ષાઓ માટે નિર્ણય થયેલ છે. ગ્રુપ એ અને ગ્રુપ બી બનાવવામાં આવ્યા છે. બંને ગ્રુપ વર્ગ 3 ના છે. ગ્રુપ એ મુજબ અલગ અલગ 17 કેડરની ભરતી એમા લેવાશે. બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપવાની રહેશે. ગ્રુપ એની જગયાઓ હશે એના 7 ગણા ઉમેદવારો એ બીજી પરીક્ષા આપવાની રહેશે. એક કરતા વધુ જગ્યાઓ પર નિમણૂક લઈ હાજર ઉમેદવાર ન થતા બીજી જગ્યાઓ ખાલી રહેવાની ઘટના હવે બનશે નહી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement