For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર નજીક વાડીમાંથી 7.20 લાખનો દારૂ ઝડપાયો

01:59 PM May 21, 2024 IST | Bhumika
ભાવનગર નજીક વાડીમાંથી 7 20 લાખનો દારૂ ઝડપાયો
Advertisement

વાડી માલિકની ધરપકડ, દારૂ ઉતારનારનું નામ ખુલ્યું

ભવનગર જિલ્લાના બગદાણા તાબેના રાળગોન-દુદાણા રોડ પર આવેલ વાડીમાં એલ.સી. બી. પોલીસે દરોડો પડી વિદેશી દારૂૂની 180 પેટી સાથે વાડી માલિકની ધરપકડ કરી રૂૂ.સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પોલીસ સ્ટાફ જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી છે રાળગોન થી તરફ જવાના રોડ પર આવેલ સુરેશ શાંતિલાલ લાધવા (રહે રાણગોન તા તળાજા) ની વાડીમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો પોકારવામાં આવ્યો છે આ બાકીના આધારે એલસીબી પોલીસે વાડીમાં દરોડો પાડી વાડીના રહેણા થી મકાનમાં તપાસ કરતા નિર્ણ રાખવાના રૂૂમમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 2160 બોટલ ( 180 પેટી ) મળી આવી હતી. એલસીડી 180 પેટી ઇંગલિશ દારૂૂ કિંમત રૂૂ.7,12,800/- તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 7,13,300/- ના મુદ્દામાલ સાથે વાડીના માલિક સુરેશ શાંતિભાઈ લાધવા ( રહે. રાળગોન,તા.તળાજા ) ની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વિદેશી દારૂૂનો આ જથ્થો આદિત્ય લાભશંકર જોશી ( રહે. થાડચ, તા.પાલીતાણા ) એ ઉતાર્યો હોવાનું અને દારૂૂનો જથ્થો સાચવવા માટે તેણે વાપરવા માટે પૈસા આપશે તેવું કહેલ. એલ. સી. બી.પોલીસે બન્ને વિરુદ્ધ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement