For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં દારૂની રેલમછેલ: રૂા.4.40 લાખનો દારૂ ઝડપાયો

12:08 PM May 22, 2024 IST | Bhumika
મોરબીમાં દારૂની રેલમછેલ  રૂા 4 40 લાખનો દારૂ ઝડપાયો
Advertisement

મોરબી-માળિયા હાઇવે, વાવડી ચોકડી ઓવરબ્રિજ અને બેલા ગામની સીમમાં પોલીસના દરોડા

રાજકોટના બજરંગવાડીના બે શખ્સો દારૂ-બીયરનો જથ્થો લઇ રાજકોટ આવતા હતા: પીપળીના શખ્સનું નામ ખુલ્યું

Advertisement

લોકસભાની ચૂંટણી બાદ બુટલેગરો દ્વારા આંતર રાજ્યમાંથી દારૂનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે. ત્યારે દરેક જીલ્લાની પોલીસ સતર્ક થઇ ગઇ છે. જેમાં મોરબી પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળો પર દરોડા પાડયા હતા. સૌ પ્રથમ મોરબી-માળીયા હાઇવે પર 1837 દારૂની બોટલ સાથે રાજસ્થાની ઝડપાયો હતો. મોરબીની વાવડી ઓવર બ્રિઝ પાસેથી સ્વિફ્ટ કારમાંથી દારૂની 336 બોટલ સાથે રાજસ્થાી ઝડપાયો હતો અને બેલાગામની સીમમાંથી રાજકોટના બજરંગવાડીમાં રહેતા બે શખ્સોને દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

પ્રથમ બનાવમાં મોરબી - માળિયા હાઈવે પર મોરબી તરફ આવતી આઈ ટ્વેન્ટી કારમાંથી વિદેશી દારૂની 1837 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી માળીયા હાઇવે તરફથી આવતી આઈ ટ્વેન્ટી કાર મોરબી તરફ આવતી હોય જેથી કારની વોચ રાખતા બાતમીવાળી કાર મળી આવતા જેની નંબર પ્લેટ રજી. GJ-24-K9678 વાળી હોય પરંતુ ઝીણવટ ભરી રીતે તપાસ કરતા સાચા નંબર J-16-CA-4933 વાળા હોય જેથી દારૂની હેરફેર કરવા સારૂૂ આરોપીએ આઇ.20 કારમાં ખોટી નંબર પ્લેટ લગાડી ખરા તરીકે ઉપયોગ કરેલ હોય તેમજ રેઇડ દરમ્યાન કારમાંથી વિદેશીદારૂની બોટલ નંગ- 1837 કી.રૂ.2,11,740 નો મુદામાલ મળી આવેલ હોય તેમજ આઇ.20 કારની કી.રૂ.5,00,000/- ગણી કબ્જે કરેલ છે. તેમજ માલ મોકલનાર સુરેશ ઉર્ફે શેરો ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઇ રહે.આંબલી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાનવાળો મળી આવેલ ન હોય જેથી પકડાયેલ આરોપી શ્રીરામ બીરબલરામ બિશ્નનોઇ ઉ.વ.21 રહે. કુકા તા.બાગોડા જી.ઝાલોર રાજસ્થાનવાળા વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement