For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પર દારૂની રેલમછેલ : મોરબી પાસેથી 66 લાખનો દારૂ ઝડપાયો

12:19 PM Apr 08, 2024 IST | Bhumika
ચૂંટણી પર દારૂની રેલમછેલ   મોરબી પાસેથી 66 લાખનો દારૂ ઝડપાયો
  • હરિયાણાથી વિદેશી દારૂ, બીયર કચ્છ જતો હતો : હળવદ પાસે પોલીસે ટ્રક ઝડપી લઈ ડ્રાઈવરની કરી ધરપકડ : એક કરોડનો મુદ્દામાલ કબજે

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યની બોડર સીલ કરી દેવામાં આવી હોવા છતાં દારૂની સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે જેમાં ચૂંટણી માટે જ ખાસ મંગાવવામાં આવેલ 66 લાખનો વિદેશી દારૂ ટ્રક સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા હાઈવે પર ઠેર ઠેર ચેક પોસ્ટ ઉભી કરી સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે છતાં ગુજરાતની અનેક ચેક પોસ્ટો તોડી છેક મોરબીના માળીયા સુધી વિદેશી દારૂ અને બીયર ભરેલ ટ્રક પહોંચી ગયો હતો. ગઈકાલે મોરબી એલસીબીએ હળવદ ટોલ નાકા પાસે વોચ ગોઠવી વાહન ચેકીંગ કરતાં શંકાસ્પદ હાલતમાં ટ્રક મળી આવ્યો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતાં તેમાંથી રૂા.66,02,400ની કિંમતની 23820 બોટલ વિદેશી દારૂ અને રૂા.6,72,000ની કિંમતની 6,700 બીયરના ટીન મળી આવ્યા હતાં.

આ અંગે પોલીસે જમ્મુ કાશ્મીર રહેતા ટ્રક ચાલક મોહિન્દરસિંગ રશલસિંગ (ઉ.48)ની ધરપકડ કરી વિદેશી દારૂ અને બીયર ટ્રક મળી 1,07,92,790નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહીબીશન ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસની પુછપરછમાં લોકસભાની ચૂંટણી માટે હરિયાણા રાજ્યના અંબાલામાંથી વિદેશી દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો અને કચ્છમાં દારૂનો જથ્થો ખાલી કરવાનો હતો. પોલીસની તપાસમાં ઉત્તર પ્રદેશના અરમેશબાબુ અને પંજાબના બીટુ સહિતના શખ્સોએ આ વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હોવ્નું બહાર આવ્યું છે. જ્યારે દારૂનો જથ્થો કોણે મંગાવ્યો ? તે જાણવા તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement