For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 13.89 લાખના દારૂ-બિયર ઝડપાયા

04:47 PM Apr 02, 2024 IST | Bhumika
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 13 89 લાખના દારૂ બિયર ઝડપાયા
  • એલસીબીની ટીમને મળેલી બાતમી પરથી વિજય હોટેલ પાસે આઇસર ટ્રક આંતરી લેવાયો :બિહારી શખ્સની ધરપકડ: દમણના શખ્સનું નામ ખુલ્યું

મોરબી શહેર જીલ્લામાં દારૂૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના મળી હોઇ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી.ત્યારે બાતમીને આધારે મોરબીની વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ રાખી રૂૂા.13,89,800નો દારૂૂ બીયરનો જથ્થો ભરેલી આઇસર ગાડી સાથે બિહારના ડ્રાઇવરને દબોચી લીધો છે.દમણના એક શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અંતર્ગત મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા,પીએસઆઇ કે.એચ. ભોચીયા સહિતનાને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આઇસર ગાડી વાંકાનેર બાઉન્ડ્રી તરફ આવી રહી છે.આ બાતમી પરથી બાઉન્ડ્રી નજીક વિજય હોટેલ પાસે વોચ રાખવામાં આવતાં બાતમી મુજબની આઇસર આવતાં અટકાવીને તલાસી લેતાં દારૂૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

આઇસરના ચાલકે પોતાનું નામ સુભાષસીંગ કેદારસીંગ(રહે. મૈનીજોર પોસ્ટ ગાદી વીશનપુર, થાણા ખૈરા જી. જમુઇ બિહાર) જણાવ્યું હતું. પુછતાછમાં દમણના હેમંત પટેલનું નામ આપ્યું હતું. પોલીસે સુભાષસીંગની ધરપકડ કરી હતી. આઇસરમાંથી મીસચીફ વોડકાની રૂૂા. 2,10,000ની 600 બોટલો, મેજીક મુમેન્ટ વોડકાની રૂૂા. 2,35,200ની 672 બોટલો, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની 2,52,000ની 840 બોટલો, રોયલ સ્ટગની રૂૂા. 1,72,800ની 432 બોટલો, બ્લેન્ડર્સ પ્રાઇડની રૂૂા. 40800ની 48 બોટલો, જોની વોકરની રૂૂા. 24000ની 12 બોટલો, કીંગ ફીશર બીયરના રૂૂા. 2,76,000ના 2760 ટીન, રૂૂા. 1,08,000ના બીયરના 720 ટીન મળી રૂૂા. 13,89,800નો દારૂૂ બીયરનો જથ્થો મળ્યો હતો.પોલીસે આ જથ્થો તેમજ 10 લાખની આઇસર ગાડી, મોબાઇલ ફોન, રોકડા 6500 મળી 24,02,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement