For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલની લેબ.માં ફરી લિફ્ટ બંધ, એક મહિનાથી સિંચણિયા

04:36 PM Jun 05, 2024 IST | admin
સિવિલની લેબ માં ફરી લિફ્ટ બંધ  એક મહિનાથી સિંચણિયા
Advertisement

ઓપીડીની લેબોરેટરીમાં દર્દીઓને બેસવાની પણ વ્યવસ્થા નથી, બાંકડા ભાંગી-તૂટી ગયા છતા ધકેલ પંચા દોઢસો

સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં લેબોરેટરી નજીકની લીફ્ટ ફરી બંધ થઇ જતા દર્દી આલમને ઉપરના વિભાગમાં બ્લડ પહોંચાડવા ભારે હાડમારી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. એક તબ્બકે બ્લડનાં સેમ્પલ રૂબરૂ પહોંચાડવા પગથીયા ચડવા તકલીફરૂપ હોવાથી હવે ઉપરના સ્ટાફે ફરી ડોલનાં સિંચણીયા કરી નીચેથી પહેલા માળે બ્લડના સેમ્પલ મેળવી રહ્યા છે. સૌથી દુ:ખની વાત એ છે કે, સિવિલમાં લેબોરેટરીની ખૂબ જ અગત્યની અને ગંભીર બ્લડ સેમ્પલ લેવા-મોકલવાની સેવાને લીફ્ટ બંધ થઇ ગઇ હોવાથી એકાદ મહિનાથી અહી ભોગવાતી હાડમારીેને તંત્ર ધ્યાને લેતું નથી અને મેઇન્ટેન્સનાં અભાવે લીફ્ટ બંધ હોવાની કેસેટ વગાડાતા જાણકાર જાગૃત દર્દી આલમમાં તંત્ર પ્રત્યે રોષ જાગ્યો છે.

Advertisement

આ બાબતે મળતી વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લેબોરેટરીનો રોજ 300થી 450 જેટલા દર્દીઓ લાભ લઇ રહ્યા છે. અહીં જુદા-જુદા દર્દીઓના બ્લડ-યુરિનનાં સેમ્પલ નીચેની લેબમાં લેવાય બાદ વધુ તપાસણી માટે પહેલા માળે સેમ્પલ મોકલવા પડે છે.
હાલ અહીં પહોંચવા લીફ્ટ બંધ હોવાથી જો પગથિયા ચડી પહેલા માળે બ્લડ પહોંચાડવા મહેનત કરાય તો સતખત ગરમીને લીધે બ્લડ જામી જવાની દહેશત ઉભી થાય છે.
એ જોતા પહેલા માળે આવેલી મુખ્ય લેબોરેટરીનો સ્ટાફ જેમ કુવામાંથી પાણી ખેંચવા દોરડા મારફતે બેડાના સિંચણીયા કરાય તેમ ઉપરથી ડોલ મોકલી તેમાં બ્લડના સેમ્પલનાં સિંચણીયા કરતાં હોવાના દ્રશ્યો ફરી જોવા મળ્યા છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, આજથી બે ત્રણ મહિના પહેલા પણ બ્લડ સેમ્પલનાં સિંચણીયા થતા હોવાનો સતસવિર અહેવાલ પ્રસિદ્ધ કરતાં સંબંધિત તંત્ર દોડતુ થઇ ગયુ હતું અને યુદ્ધના ધોરણે લિફ્ટ રીપેર કરાવી પૂર્વવત કરી હતી. પણ છેલ્લા એકાદ મહિનાથી ઓપીડી બિલ્ડિંગમાં લેબોરેટરી નજીકની લિફ્ટ બંધ થઇ જતાં દર્દીઓ અને લાગતા વળગતા સ્ટાફમાં બ્લડનાં સેમ્પલોને પહેલા માળે પહોંચાડવા હાલાકી ભોગવવી પડે છે.
જાણકારો કહે છે કે, ગઇ 2જીમેના રોજ લિફ્ટ બંધ થઇ ગઇ હોવાની અને શરૂ કરવાની પ્રોજેક્ટ ઇમ્પિલીમેશન યુનિટને લેખિત જાણ કરાઇ હતી. છતાં સંબધિત પીઆઇયુ ડિપાર્ટમેન્ટ દ્વારા લિફ્ટને પૂર્વવત કરવા ભયંકર બેદરકારી દાખવાતી હોવાનું સાબિત થઇ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement