For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગીરાનો દેહ અભડાવનારને આજીવન કેદ

04:16 PM Jan 01, 2024 IST | Sejal barot
સગીરાનો દેહ અભડાવનારને આજીવન કેદ

રાજકોટમાં સામા કાંઠા વિસ્તારમાં ખાનગી નોકરીમાં ગયેલી માતા અને છૂટક કામ કરતા અશક્ત પિતાની ગેરહાજરીમાં 15 વર્ષની પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ત્રણ વર્ષ પહેલાના ગુનામાં પોકસો અદાલતે આરોપીને આજીવન કેદનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ સામા કાંઠા વિસ્તારની એક આવાસ યોજનામાં રહેતી માતા તારીખ 21/9/ 2020ના રોજ પ્રાઇવેટમાં નોકરીમાં અને પિતા કામ કરવા ગયા હતા. ત્યારે તેમની 15 વર્ષની સગીર પુત્રીને અસલમ રજાક માજોઠી નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો, જે અંગે આવાસ યોજનામાંથી સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા, જે અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવથી પરિવાર ભાંગી પડ્યો હતો. દરમિયાન 25/9/2020 ના રોજ આરોપી અસલમને પોલીસે સગીરા સાથે ઝડપી લઇ તેનો કબજો માતા-પિતાને સોપ્યા બાદ બંનેના મેડિકલ એફએસએલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સગીરા સાથે આરોપીએ એકથી વધુ વખત શરીર સંબંધ બાંધેલ હોવાનું ખુલતા આરોપી વિરુદ્ધ આઈપીસી 376 (2) એન તેમજ નવા પોક્સો એક્ટની કલમ ચાર અને છ મુજબના ગુના ઉમેરવામાં આવ્યા હતા, પોલીસ દ્વારા તપાસના અંતે ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું. આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે હાજર થયેલા મદદનીશ સરકારી વકીલ મહેશ જોષીએ ભોગ બનનાર, તેની માતા અને તબીબી તપાસ કરનાર તબીબો તેમજ સગીરાના જન્મ અંગેના પુરાવા, સાક્ષીઓ, સરકારી પંચો વગેરેને તપાસવામાં આવ્યા હતા અને બંને તરફની દલીલો બાદ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ બી.બી. જાદવે આરોપી અસલમ રજાક માજોઠીને તકસીરવાર ઠરાવી પોકસો એક્ટની કલમ 6 તથા આઇપીસી કલમ 376 (2) એનમાં આજીવન કેદ, પોકસો એક્ટની કલમ 4માં દસ વર્ષની સજા તેમજ આઇપીસી કલમ 363માં ત્રણ વર્ષની સજા અને કુલ રૂૂ.62000 નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને રૂૂપિયા એક લાખ વળતર પેટે ચૂકવવાની ભલામણ કરી હતી. આ કેસમાં સરકાર તરફે એપીપી મહેશ જોષી રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement