For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં 24 કલાકમાં 10 ઈંચ જેટલા વરસાદથી જનજીવન પ્રભાવિત

11:40 AM Jul 02, 2024 IST | admin
દ્વારકામાં 24 કલાકમાં 10 ઈંચ જેટલા વરસાદથી જનજીવન પ્રભાવિત
Advertisement

દ્વારકાધીશ જગતમંદિરમાં સતત બીજા દિવસે વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ

યાત્રાધામ દ્વારકામાં રવિવારે રાતથી જાણે સાંબેલાધારે વરસાદ અવિરત વરસી રહ્યો છે. ત્યારે ગતરાત્રિ સુધીમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. આ સાથે 48 કલાકમાં કુલ 12ઇંચ વરસાદ નોંધાયો છે.
આ વચ્ચે દ્વારકાના રૂૂપેણબંદર, તોતાદ્રી મઠ, ગુરુદ્વારા વિસ્તાર, ઇસ્કોન ગેટ, જલારામ સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો મળ્યા હતા. દ્વારકા નગરપાલિકા દ્વારા ઇસ્કોન ગેઈટ પાસે પાણીના નિકાસ માટે ઈલે. મોટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે દ્વારકા શહેર પ્રમુખ, દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા ભરાયેલા પાણીના નિકાલ માટે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement

વરસાદના કારણે દરિયો તોફાની બની રહ્યો હતો. આ સાથે ગોમતી નદીનો નજારો પણ આહલાદક જોવા મળ્યો હતો.દ્વારકા યાત્રાધામમાં ભારે વરસાદ અને પવનને કારણે દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ઉપર સુધી ચઢીને ધ્વજારોહણ શકય ન હોય, સોમવારે વરસાદી માહોલમાં સતત બીજા દિવસે ધ્વજાજીનું આરોહણ દંડના ઉપરના ભાગના બદલે નીચેના વૈકલ્પિક ભાગે કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ત્રણથી દસ ઈંચ સુધીના વરસાદ બાદ ગતરાત્રીથી મેઘ વિરામ રહ્યો છે. 24 કલાક દરમિયાન કલ્યાણપુરમાં 6 ઈંચ, ખંભાળિયામાં સાડા ચાર, દ્વારકામાં સવા ત્રણ ઈંચ અને ભાણવડમાં ત્રણ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે પ્રારંભથી જ મેઘરાજા ખંભાળિયા તાલુકા પર મહેરબાન રહ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન અવિરત રીતે ભારે ઝાપટા વરસ્યા હતા. આજે સવાર સુધીમાં વધુ 108 મી.મી. (સાડા ચાર ઈંચ) વરસાદ વરસી ગયો હતો. ગતરાત્રીથી ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ પોરો ખાધો હતો. આજે સવારથી વાદળ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વધુ વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.

ગઈકાલે સોમવારે કલ્યાણકપુર તાલુકામાં મેઘરાજાએ જાણે મુકામ રાખ્યો હોય તેમ ગઈકાલે દિવસ દરમિયાન સમગ્ર તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જેમાં રાત્રિ સુધીમાં કુલ 6 ઈંચ જેટલું (143 મી.મી.) પાણી પડી ગયું હતું. દ્વારકા વિસ્તારમાં પણ આ વર્ષે ચોમાસુ ધોધમાર બની રહ્યું હતું. રવિવારે રાત્રીથી શરૂૂ થયેલી મેઘ સવારી ગઈકાલે સોમવારે પણ હળવા તથા ભારે ઝાપટા રૂૂપે ચાલુ રહી હતી. જેમાં આજે સવાર સુધીમાં વધુ 81 મી.મી. પાણી પડી ગયું હતું.ભાણવડ પંથકમાં ગત સાંજે એક ઈંચ તથા રાત્રે દોઢ ઈંચ સહિત કુલ 3 ઈંચ (75 મી.મી.) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસના આ ધોધમાર વરસાદના કારણે ખંભાળિયા શહેરને પીવાનું પાણી તથા નજીકના વિસ્તારોમાં સિંચાઈનું પાણી પૂરું પાડતાં ઘી ડેમમાં બે ફૂટથી વધુ નવું પાણી આવી ગયું છે. આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં સાડા 27 ઈંચ (686 મી.મી.), દ્વારકા તાલુકામાં 13 ઈંચ (328 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં 13 ઈંચ (322 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 9 ઈંચ (222 મી.મી.) કુલ વરસાદ નોંધાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદથી ખેતરો તરબતર બન્યા છે. ખેતરોમાં વાવેતર માટે ફાયદારૂૂપ એવા આ વરસાદથી ધરતીપુત્રો ખુશાલ થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement