LIC પાસે રૂા. 39.39 લાખની GSTની ઉઘરાણી કાઢતું ગુજરાત
11:18 AM Mar 27, 2024 IST | Bhumika
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ કાલે જણાવ્યું હતું કે ટેક્સ સત્તાવાળાઓએ 2017-18 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( GST)ની ટૂંકી ચુકવણી માટે લગભગ રૂૂ. 39.39 લાખની ડિમાન્ડ નોટિસ ફટકારી છે.કંપનીને 3 જાન્યુઆરી, 2024ના રોજ એડિશનલ કમિશનર, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગાંધીનગર તરફથી વ્યાજ અને દંડ માટે સંચાર/માગણીનો આદેશ મળ્યો છે, કોર્પોરેશને નાણાકીય વર્ષ 2017-18 માટે રૂૂ. 19,64,584ના જીએસટી અને તેના પર લાગુ પડતા વ્યાજની સાથે રૂૂ. 19,74,584ના દંડની માંગણીના આદેશ સામે 26 માર્ચ, 2024ના રોજ કમિશનર (અપીલ્સ), અમદાવાદ સમક્ષ અપીલ દાખલ કરી છે. એવો કંપનીએ ખુલાસો કર્યો છે.
Advertisement
Advertisement