For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધારીમાં આંબા નીચે રમતી બાળકી ઉપર દિપડાનો હુમલો

01:26 PM Jun 08, 2024 IST | Bhumika
ધારીમાં આંબા નીચે રમતી બાળકી ઉપર દિપડાનો હુમલો
Advertisement

અમરેલીના ધારીના જળજીવડી ગામની સીમમાં વાડી વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ બાળકી ઉપર હુમલો કર્યો હતો. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. બાળકી પર હુમલો થતાં તેને મોઢા સહિતમાં ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. તેમજ વનવિભાગની ટીમને જાણ થતાં ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમે આંબાવાડીમાંથી જ દીપડાને પકડી પાંજરે પૂર્યો હતો.

ધારીના જળજીવડી ગામમાં કેરીના બગીચા નીચે બાળકી રમી રહી હતી. તેમજ તેની બાજુમાં તેના પિતા સુરેશભાઈ રાઠોડ સહિત મજૂર પરિવાર કામ કરી રહ્યો હતો. આ દરમિયના અચાનક આંબાના છાયડા નીચે રમી રહેલી ગોપી નામની 5 વર્ષની બાળકી પર પાછળથી આવી દીપડાએ હુમલો કરી દીધો હતો. જેથી ભારે બુમાબુમ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બાળકીના પિતા સહિતનાઓ દીપડાની પાછળ દોડ્યા હતા. જેથી દીપડો બાળકીને મુકીને ભાગી ગયો હતો. દીપડાના હુમલાથી ગોપી નામની બાળકી લોહિલુહાણ થઈ હતી. જોકે, બાળકી મોતના મુખમાંથી બચી ગઈ છે. બાળકીને તાત્કાલીક ધારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ગોપીની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. હાલ ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ પણ દોડી આવી છે.

Advertisement

દીપડાના હુમલાની ઘટનાને લઈ ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલા દ્વારા દલખાણીયા રેન્જને સૂચના આપવામાં આવતા વનવિભાગની ટીમ ઘટનાની ગંભીરતા દાખવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટના કેવી રીતે સર્જઈ તેને લઈ પરિવાર પાસેથી માહિતી મેળવી હતી. હાલ વનવિભાગ દ્વારા 5 જેટલા પાંજરા મુકવા માટેની કવાયત શરૂૂ કરવામાં આવી છે.

ધારીના જલ જીવડી ગામની સીમમાં આંબા વાડીમાથી જ વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુર્યો હતો. પ્રથમ બેભાન કરી પકડી પાડવામાં વનવિભાગને સફળતા મળી હતી. ઘટના બાદ 6 કલાકમાં દીપડાને પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement