For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’માં જોવા મળશે મહાનાયક અમિતાભ બચ્ચન

12:26 PM Jun 11, 2024 IST | admin
ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’માં જોવા મળશે મહાનાયક અમિતાભ બચ્ચન

મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેની આગામી સિક્વલ ફક્ત પુરુષો માટેમાં કેમિયો રોલમાં જોવા મળશે. ગુજરાતી ફિલ્મ હિટ કોમેડી ડ્રામા ફક્ત મહિલા માટેમાં પણ અમિતાભ બચ્ચન કેમિયોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં એક યુવાન છોકરા ચિંતન (યશ સોની)ની મહિલાઓને સમજવામાં સક્ષમ બનવાની ઈચ્છા મંજૂર થઈ જાય છે અને તે દરેક સ્ત્રીના વિચારો જાની શકે છે.

Advertisement

ફક્ત મહિલાઓ માટેમાં અમિતાભ બચ્ચન ચિંતનના પિતાના રોલમાં હતા, જ્યારે આ ફિલ્મમાં બિગ બી ભગવાનનો રોલ કરશે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે બિગ બી કોઈ ફિલ્મ માટે ભગવાનનો રોલ કરવાના છે. અગાઉ તેમણે ગોડ તુસ્સી ગ્રેટ હો (2008)માં પણ ભગવાનની ભૂમિકા ભજવી હતી.

ફક્ત પુરુષો માટે માટેના કલાકારોમાં યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા પણ છે. સિક્વલનું નિર્દેશન જય બોડાસ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે પ્રથમ ફિલ્મનું પણ દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મની વાર્તા શ્રાદ્ધ (કાગવાસ)ના 16 દિવસો દરમિયાનની છે, પુરષોત્તમ (દર્શન જરીવાલા) તેના પૌત્ર બ્રિજેશ (યશ સોની)ના બાળપણના પ્રેમ (એશા કંસારા) સાથેના લગ્નને તોડવા માટે તમામ પ્રકારની જાદુઈ શક્તિઓ સાથે મૃત્યુ પછી પૃથ્વી પર ઉતરે છે. જ્યાં જૂની-પરંપરા અને માન્યતાઓ આજની પેઢીની વિચારશરણી વિરૃદ્ધ ટકરાઈ છે. આ જાદુઈ વાર્તાનો હેતુ પેઢીઓથી ચાલતી આવતી પિતૃસત્તાને તોડવાનો અને જેન્ડર ઇક્વાલિટીને સમર્થન આપવાનો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement