રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંક
Advertisement

કોર્પોરેશનના પણ 495 કરોડના કામોનું પીએમના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત

05:02 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25ના રોજ રાજકોટ પધારનાર છે ત્યારે મહાનગરપલિકા દ્વારા તૈયાર થઈ ગયેલા અને નવા પ્રોજેક્ટ સહિતના 28 પ્રકલ્પોના ખાતમુહુર્ત અને લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. રૂા. 495.10 કરોડના વિવિધ 28 પ્રકલ્પોનું લોકાર્પણ થશે તેમજ નરેન્દ્રભાઈ મોદીને આવકારવા જૂના એરપોર્ટથી સભાસ્થળ સુધીનો રોડ શો યોજાશે અને રેસકોર્સ ખાતે વડાપ્રધાન જનમેદનીની વચ્ચેથી ચાલીને ડાયસ પર જઈને જાહેરસભાને સંબોધન કરશે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ગુજરાતભરમાં ગૌરવ અપાવનાર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ સહિતના કેન્દ્ર સરકારની અમૃત મિશન 2.0 યોજના તથા સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક તથા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમ 5 (પાંચ) પ્રકલ્પો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂૂડા)ના 1 પ્રકલ્પ એમ મળીને કુલ રૂૂ.203.61 કરોડના 6 પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂૂ.291.49 કરોડના જુદા જુદા 22 (બાવીસ) પ્રકલ્પોના ખાતમુહૂર્ત એમ મળીને કુલ રૂૂ.495.10 કરોડના વિવિધ 28 (અઠ્યાવીસ) પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તા.25/02/2024, રવિવારના રોજ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે.

રૂા.203.61 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ
ન્યારી-1 ડેમથી જેટકો ઠઝઙ સુધી 1016 એમે.એમ. ડાયા 10 એમ.એમ. જાડાઈની એમ.એસ. પાઈપલાઈન (8.0 કી.મી.) નાખવાનું કામ. (રૂૂ. 27.90 કરોડ), જેટકો ચોકડી ખાતે સંપૂર્ણ ઓટોમેશન આધારિત ઝીરો વોટર વેસ્ટેજ 50 ખકઉ કેપેસીટીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનુ કામ. (રૂૂ.42.50 કરોડ), પુનિતનગર 80 ફુટ રોડ પર મોહનેશ્વર મહાદેવ મંદિર થી વાવડી હેડ વર્કસ સુધી (વોર્ડ નં.-12) 610 એમ.એમ. ડાયા. 3કઙઊ ખજ પાઇપલાઇન નાખવાનુ કામ. (રૂૂ.6.63 કરોડ), અમૃત મિશન 2.0 અંતર્ગત વેસ્ટઝોન હસ્તકના કુલ 06 (છ) અલગ-અલગ પમ્પીંગ સ્ટેશનોની ઈલે-મિકે મશીનરીના ઓગમેન્ટેશન કરવાનું કામ. (રૂૂ.13.94 કરોડ), સ્માર્ટ સિટી અંતર્ગત રૈયાધાર ખાતે 8 એમ.એલ.ડી. કેપેસિટી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું તથા તેનું 5 વર્ષનું કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ (રૂૂ.17.50 કરોડ), હ્ય રૂૂડા વિસ્તારના 24 ગામોમાં જથ્થાબંધ પાણી પુરવઠા યોજનાનું (રૂૂ.95.14 કરોડ)ના કામોનું લોકાર્પણ કરશે.

રૂા. 291.49 કરોડના પ્રકલ્પોના ખાતમુહુર્ત

 

વોર્ડ નં.-1માં રૈયાધાર હયાત 56 ખકઉ જઝઙ પાસે 23 ખકઉ ક્ષમતાનો નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના તથા તેના 5 (પાંચ) વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ (રૂૂ.34.75 કરોડ), વોર્ડ નં.-1માં ઘંટેશ્વર ખાતે 15 ખકઉ ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જઝઙ) બનાવવાના તથા તેના 5 (પાંચ) વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ (રૂૂ.30.85 કરોડ), મુંજકા વિસ્તારમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવા બાબત (રૂૂ.6.69 કરોડ)વોર્ડ નં 02 માં રૈયાધાર જઝઙથી બજરંગવાડી હેડવર્કસ સુધી 500 મી મી ડાયા એમ એસ 3 એલ પી ઈ પાઈપલાઈન નાખવાનું (રૂૂ.5.96 કરોડ), વોર્ડ નં -3માં માધાપર જંકશનથી દક્ષિણ પશ્ચિમ દિશામાં ડ્રેનેજ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ (પાર્ટ 1) (રૂૂ.8.80 કરોડ), વોર્ડ નં- 3માં માધાપર જંકશનથી ઉત્તર પશ્ચિમ ભાગમાં ડ્રેનેડ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (રૂૂ.5.75 કરોડ), વોર્ડ નં- 3માં માધાપર જંકશન થી ઉત્તર પશ્ચિમ ભાગમાં ડ્રેનેડ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (રૂૂ.6.11 કરોડ), રાજકોટ મહાનગરપાલિકા વિસ્તા2નાં વોર્ડ નં.-11 (પાર્ટ) તથા 1ર (પાર્ટ)માં ડ્રેનેજ પાઇપ લાઇન નેટવર્ક અને હાઉસ કનેકશન ચેમ્બાર બનાવવાનું કામ. (રૂૂ. 25.83 કરોડ), વોર્ડ નં.-1રમાં મવડી (પાર્ટ) તથા લાગુ વિસ્તારમાં ડી. આઇ. પાઇપ લાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાનું કામ. (પોકેટ-1ર, 13, 14 અને 15) (રૂૂ.24.25 કરોડ), વોર્ડ નં.-9માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઇંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ-3) (રૂૂ.5.44 કરોડ), વોર્ડ નં.-9માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઇંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ-4) (રૂૂ.6.18 કરોડ), વોર્ડ નં.-1રમાં મવડી (પાર્ટ) તથા લાગુ વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન ડીસ્ટ્રી બ્યુશન નેટવર્ક કરવાનું કામ.(પોકેટ-6) (રૂૂ.7.49 કરોડ), વોર્ડ નં.-9માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઇંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ-2) (રૂૂ.4.35 કરોડ), વોર્ડ નં.-9માં રા.મ્યુ.કો.ના મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઇંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ-1) (રૂૂ.3.20 કરોડ), વોર્ડ નં.-11માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હૈયાત સીવેજ પંમ્પીંગ સ્ટેશન-મુંજકાને લાગુ કાલાવડ રોડ વિસ્તારમાં ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું (રૂૂ.10.89 કરોડ), વોર્ડ નં.4માં હરસિધ્ધિ અને રીધ્ધી સિધ્ધી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રૂૂ.8.20 કરોડ), વોર્ડ નં.4માં ભગવતીપરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રૂૂ.4.59 કરોડ), વેસ્ટઝોનમાં નવા ભળેલા મોટામવા વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસ (સીવીલ, ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ અને ઇન્સ્ત્રુમેન્ટેશન સાથે) બનાવવાનુ કામ (રૂૂ.34.43 કરોડ), વેસ્ટઝોનમાં નવા ભળેલા મુંજકા વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસ (સીવીલ, ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ અને ઇન્સ્ત્રુમેન્ટેશન સાથે) બનાવવાનુ કામ (રૂૂ.26 કરોડ), વોર્ડ નં.-11માં રાજકોટ મહાનગર પાલિકા વિસ્તા રમાં હૈયાત સીવેજ પંમ્પીંગ સ્ટેશન-મુંજકાને લાગુ 150 ફુટ રીંગ રોડ, મુંજકા પાસે, ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન (રૂૂ.14.82 કરોડ), વોર્ડ નં.-11માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તામરમાં હૈયાત પંમ્પીંગ સ્ટેશનને લાગુ મુંજકા, મોટામવા ગામમાં ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (પાર્ટ-9) (રૂૂ.7.06 કરોડ), વોર્ડ નં.-11માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નવાં 150 ફુટ રીંગ રોડ તથા લાગુ વિસ્તારનાં ટી.પી. રસ્તા પર ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ (રૂૂ.9.85 કરોડ), ઉપરોક્ત વિગતોના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાથી શહેરીજનોને ડ્રેનેજ નેટવર્કની કામગીરીથી ગંદકીમાંથી મુક્તિ મળશે અને સુવિધામાં વધારો થશે તેમજ પાણી પુરવઠા નેટવર્કની કામગીરીથી પૂરતા ફોર્સથી પીવાનું શુધ્ધ પાણી મળશે, લાઈનલોસ નિવારી શકાશે અને સુવિધામાં વધારો થશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement