For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિલકતવેરામાં 5 ટકા વળતર યોજનાના છેલ્લા બે દિવસ, સોમવારથી પૂર્ણ

04:06 PM Jun 28, 2024 IST | admin
મિલકતવેરામાં 5 ટકા વળતર યોજનાના છેલ્લા બે દિવસ  સોમવારથી પૂર્ણ

મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રમાણીક કરદાતાઓએ એપ્રિલ મહિનાથી 10% વેરાવળતર અને જૂન માસમાં 5% વેરાવળતર યોજના અમલમાં મુકવામાં આવતી હોય છે. 10% વળતર યોજના પૂર્ણ થયાબાદ 1 જૂનથી 5% વળતર યોજના શરૂ કરવામાં આવેલ જે તા. 30 જૂનના રોજ પૂર્ણ થનાર હોય છેલ્લા બે દિવસમાં પ્રમાણીક કરદાતાઓને વળતર યોજનાનો લાભ લેવા વેરાવિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 28 દિવસમાં 21,262 કરદાતાઓએ યોજનાનો લાભ લઈ રૂા. 18.23 કરોડ વેરો ભરપાઈ કર્યો જેની સામે મનપાએ રૂા. 6.99 કરોડનું વળતર ચુકવ્યું છે.

Advertisement

મહાનગરપાલિકાની 5% વેરા વળતર યોજનાના હવે છેલ્લા બે દિવસ બાકી છે. આ યોજના તા. 1 જૂનથી ચાલુ કરવામાં આવેલ જે તા. 30 જૂનના રોજ પૂર્ણથનાર છે. આ વર્ષે પણ 10%ની માફક 5% વેરાવળતર યોજનાનો લાભ લેવા માટે કરદાતાઓએ લાઈનો લગાવી હતી. જેમાં સૌથી વધુ ઓનલાઈન વેરો ભરપાઈ કરનારની સંખ્યા આ વર્ષે વધવા પામી છે. છેલ્લા 28 દિવસમાં 21,262 પ્રમાણીક કરદાતાઓએ 5% વેરાવળતર યોજનાનો લાભ લઈ મિલ્કત વેરા પેટે રૂા. 18.23 કરોડ જમા કરાવ્યા હતાં. જેની સામે 5% વળતર પેટે મહાનગરપાલિકાએ રૂા. 6.99 % વળતર ચુકવ્યું છે. નવા વર્ષમાં વેરાવળતર યોજના શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 10% અને 5% યોજનાનો લાભ લઈ કુલ 327828 કરદાતાઓએ મિલ્કતવેરા પેટે વેરો ભરપાઈ કરતા મહાનગરપાલિકાને રૂા. 242.62 કરોડની આવક થઈ છે. જેની સામે 10% અને 5 % વળતર પેટે આજ સુધીમાં 24.05 કરોડનું વેરાવળતર ચુકવવામાં આવ્યું છે. શહેરમાં આવેલ 5.30 લાખ મિલ્કત ધારકો પૈકી દર વર્ષે 50% મિલ્કત ધારકો વેરાવળતરયોજનાનો લાભ લઈ રહ્યા છે. જેમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે કરદાતાઓમાં વધારો થયો હોવાનું વેરાવિભાગમાંથી જાણવા મળે છે. વેરાવળતર યોજનામાં વળતરયોજનાનો લાભ લેતા પ્રમાણીક કરદાતાઓમાં પણ હવે ઓનલાઈન વેરો ભરપાઈ કરવાનો ક્રેઝ વધતો જતો હોવાનું જોવા મળ્યું છે. જેનાી સામે સિવિક સેન્ટર તેમજ વોર્ડઓફિસ ખાતે ઝોનલ કચેરી ખાતે ઓફલાઈન વેરો ભરપાઈ કરનારની સંખ્યામાં પણ આ વર્ષે વધારો જોવા મળ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement