For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર ગઢડા પંથકના જમજીર ધોધ નજીક દબાણો હટાવી રૂા.6 કરોડની જમીન ખુલ્લી કરાઇ

11:32 AM Jun 19, 2024 IST | admin
ગીર ગઢડા પંથકના જમજીર ધોધ નજીક દબાણો હટાવી રૂા 6 કરોડની જમીન ખુલ્લી કરાઇ

દબાણો દૂર થતાં પ્રવાસીઓની સગવડતા વધશે

Advertisement

ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલ પ્રખ્યાત જમજીર ધોધની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. આ સ્થળે પાર્કિંગની અપૂરતી સુવિધા તેમજ સાંકડા રસ્તાના કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓ પડતી હતી.

આ બાબત ધ્યાનમાં આવતાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જમજીર ધોધની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ જગ્યાની આસપાસની સરકારી જમીનના અનઅધિકૃત દબાણો આઇડેન્ટીફાય કરી તા. 14/06/2024ના રોજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક, ગીર સોમનાથ દ્વારા માપણી કરાવી, સરકારી સ.નં.49 પૈકીની જમીનની હદ નક્કી થતાં તેમાં જુદા-જુદા આસામીઓના ખેતી અને બિનખેતી વિષયક દબાણો ધ્યાને આવ્યાં હતાં.

Advertisement

આ અનઅધિકૃત દબાણો ખુલ્લા કરવા કલેક્ટરની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ આજ તા:-17/06/2024ના રોજ ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામે આવેલ પ્રસિદ્ધ જમજીર ધોધની આસપાસના સરકારી સર્વે-49 પૈકીની જમીનના ખેતી તથા બિનખેતી વિષયક દબાણો દૂર કરવા નાયબ કલેક્ટર, ઉના, મામલતદાર, ગીર ગઢડા તેમજ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં કુલ અંદાજીત હે.08-90-34 ચો.મી. જમીનના કુલ-3 આસામીના દબાણો ખુલ્લા કરવામાં આવ્યાં હતાં. જેની હાલની અંદાજિત બજાર કિંમત રૂ. 6,00,00,000(અંકે રૂૂપિયા છ કરોડ )જેટલી થવા જાય છે.
આ દબાણો દૂર થતા પ્રવાસીઓ તેમજ રાહદારીઓને પાર્કિંગ અને પહોળા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.


Advertisement
Tags :
Advertisement
Advertisement