For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લેન્ડ ગ્રેબિંગ કમિટીની દોઢ માસ બાદ કાલે બેઠક

06:00 PM May 16, 2024 IST | Bhumika
લેન્ડ ગ્રેબિંગ કમિટીની દોઢ માસ બાદ કાલે બેઠક
Advertisement

ચૂંટણી પૂર્ણ થતા જ તંત્ર એક્શનમાં, 100થી વધુ અરજીઓ મુકાઇ

રાજકોટ શહેર-જિલ્લામાં લોકસભાની ચૂંટણીના કારણે છેલ્લા નહીં મળેલી લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક લાંબા સમય બાદ આવતીકાલે મળનાર છે.

Advertisement

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આવતીકાલે શુક્રવારે યોજાનાર આ બેઠકમાં 100થી વધુ કેસો મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી છેલ્લા દોઢ માસથી લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક મળી ન હોવાથી 250 જેટલી અરજીઓનો ભરાવો થઇ ગયો હતો. દરરોજ સરેરાશ 7થી 8 જેટલી લેન્ડગ્રેબિંગની અરજીઓ કલેક્ટર સમક્ષ થઇ રહી છે.

હવે આવતીકાલે શુક્રવારે લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મળનાર છે ત્યારે 100 જેટલી અરજીઓ અંગે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવનાર છે. જ્યારે બાકીની અરજીઓ બીજી બેઠકમાં હાથ ઉપર લેવાશે.

સરકારી જમીનોમાં થયેલ દબાણો તાકિદે હટાવવા કલેક્ટરની સુચના
લોકસભા ચૂંટણીનો મતદાન પૂર્ણ થતાની સાથે જ તંત્ર હવે રેગ્યુલર કામે લાગ્યું છે. અત્યારે રાજકોટ કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યના મામલેદારોને આદેશ કરવામાં આવ્યા છે કે જિલ્લામાં કે શહેરમાં મામલતદાર ની હદમાં આવતા જે કોઈ પણ સરકારી જગ્યામાં દબાણ હોય તેઓને તાત્કાલિક નોટિસ આપવામાં આવે અને તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે તેવી મામલેદારોને સૂચનાઓ કલેકટર દ્વારા આપી દેવામાં આવી છે. હાલ કલેકટર દ્વારા માધાપર સર્વે નંબર 111 અને કણકોટમાં સરકારી જમીન પર રહેલ દબાણ તાત્કાલિક હટાવવાને સંબંધિતને નોટિસ આપવાનો કલેકટર દ્વારા મામલતદારને સૂચનાઓ આપવામાં આવી છે.

તેમજ કલેકટર દ્વારા મામલેદારોને કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. ફરજિયાત 15 દિવસ દરમિયાન દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવાની તેમજ મામલતારોને ક્યાંય પણ સરકારી જમીન પર દબાણો દેખાય તો તાત્કાલિક નોટિસ આપી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવા કલેકટર દ્વારા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement