For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં જમીન ખાલી કરાવવા ટોળાંનો હુમલો, ફાયરિંગ

04:27 PM May 14, 2024 IST | Bhumika
કચ્છમાં જમીન ખાલી કરાવવા ટોળાંનો હુમલો  ફાયરિંગ
Advertisement

ઘુડખર અભયારણ્યમાં કબજા માટે 17 શખ્સોએ ચાર લોકો ઉપર સશસ્ત્ર હુમલો કરી દેતા તંગદિલી

કચ્છના ઘુડખર અભિયારણમાં આવેલ રણમાં મીઠું પકવવાની તગડી કમાણીને લઇને વાગડ પંથકનાં રણમાં ચાલતી અદાવતમાં એક જુથે ફિલ્મી ઢબે બીજા જૂથ ઉપર હુમલો કરી ફાયરીંગ કરતા ચાર વ્યક્તિને ઈજા થતા સારવાર માટે સામખીયાળી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જે પૈકી એકાદ યુવાનની હાલત ગંભીર ગણાવાઇ હતી. વાગડ પંથકમાં આવતા નેર, અમરસર, કડોલ, નાની મોટી ચીરઇ, સૂરજબારી સુધીનું રણ ખવાઇ ગયું છે, ત્યારે કાનમેર તરફનાં રણમાં કબજો કરવા બે મોટા જૂથ સામે સામે આવ્યા છે.ઘુડખર અભિયારણ વચ્ચે આવેલ મીઠાના અગરની જમીન ઉપર કબજો કરવા માટે ચાલતી અદાવતમાં આ બનાવ જીવલેણ હુમલા સુધી પહોંચ્યો હતો. આ મામલે 17 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. કાનમેર, જોધપરવાંઢ બાજુનાં રણમાં બે ગામનાં જૂથ વચ્ચે આજે સમી સાંજે સશત્ર જૂથઅથડામણ થઇ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ફાયરિંગ પણ કરાયું હતું. મારામારીના આ બનાવમાં દિનેશ ખીમજી કોલી (ઉ.વ. 42), મગન સુજા ગોહિલ (ઉ.વ. 55), વલીમામદ ઇબ્રાહીમ રાજા (ઉ.વ. 33), મુકેશ બેચરા કોળી (ઉ.વ. 25)ને ઇજાઓ પહોંચી હતી.

Advertisement

આ મામલે 17 શખ્સો સામે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે મગનભાઈ સુજાભાઇ ગોહિલની ફરીયાદ ને આધારે ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડીયા, ઈશ્વર રજપુત, શકિત ડાયા ડોડીયા, બળદેવ ગેલા રજપુત રાયઘણ ઉસેટીયા, વિજય રાયઘણ ઉસેટીયા, કાજા અમરા રબારી, વિરમ રબારી, સતિષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર રબારી અને સવાર રત્ના રબારી સામે ગુનો નોંધાયો છે.

ફરીયાદમાં જણાવ્યું કે, મગનભાઈ સુજાભાઇ ગોહિલ કાનમેર ગામથી ગાગોદર આવેલ અને ગાગોદર ગામથી વલીમામદ ઈબ્રાહીમ રાજા તથા જેમલ કમાભાઇ ગોહિલ તથા રમેશ હઠા ભરવાડ ભેગા થયા હતા. અને બધાએ ભેગા મળી નકકી કરેલ કે જોઘપરવાંઢ પાસે આવેલ જુના મીઠાના કારખાના પાસે આંટો મારી આવીએ જેથી બધા ત્યાં ગયા હતા. ત્યારે જોઘપરવાંઢ અને કાનમેર ગામ વચ્ચે આવેલ ઘુડખર અભ્યારણ રણ વિસ્તારમાં જુના મીઠાના કારખાના પાસે હતા ત્યારે રણમાં એક ફોર્ચુનર તથા એક સ્વીફટ કાર તથા એક ક્રેટા કાર તથા સફેદ કલરની બોલેરો તથા એક સફેદ કલરનો ડાલો જીપ લઈને આવલે ટોળકીએ હુમલો કરી ફાયરીંગ કર્યા હતા. જેમાં દિનેશ ખીમજી કોલી (ઉ.વ. 42), મગન સુજા ગોહિલ (ઉ.વ. 55), વલીમામદ ઇબ્રાહીમ રાજા (ઉ.વ. 33), મુકેશ બેચરા કોળી (ઉ.વ. 25)ને ગોળી વાગતા ઈજા થઇ હતી તેમજ કારની ટક્ક મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. અને રણ વિસ્તારમાં જુના મીઠાના કારખાના જગ્યા ખાલી કરી નાખજે નહીતર જાનથી મારી નાખીશુ તેવી ઘમકી આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement