For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પારકા બેંક ખાતાઓમાંથી લાખો રૂપિયાની દુબઈમાં હેરાફેરી

04:45 PM Apr 23, 2024 IST | Bhumika
પારકા બેંક ખાતાઓમાંથી લાખો રૂપિયાની દુબઈમાં હેરાફેરી
oplus_2097152
  • બે માસ પહેલાં પોલીસમાં અરજી કરનાર યુવાને પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઈલ પી લીધું
  • પરિવારના છ સભ્યોના નામે ખાતા ખોલાવી નાખ્યા, પાંચ શખ્સો અને બે બેંકોના કર્મચારીઓ સામે આરોપ
  • અલગ અલગ ચેક બાઉન્સ કરાવી બ્લેક મેઈલિંગ કર્યું અને બેંક ખાતાઓ મારફત દુબઈ હવાલા કર્યા

રાજકોટમાં ઈન્ડસઈન્ડ અને એચડીએફસી બેંકમાં બારોબાર ખાતાઓ ખોલી બ્લેક મેઈલીંગ દ્વારા બેંક ખાતાઓમાંથી લાખો રૂપિયા દુબઈ મોકલવાના સનસનીખેજ રેકેટના આક્ષેપો સાથે પોલીસમાં બે મહિના પહેલા અરજી કરનાર યુવાને પોલીસ કમિશ્નર કચેરીમાં ફિનાઈલ પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે ત્યારે આ યુવાને પોલીસમાં કરેલી અરજીમાં હવાલા રેકેટ અને બ્લેક મેઈલીંગ સહિતના અનેક ગંભીર આક્ષેપો કરતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ ઉપર ન્યુ જકાતનાકાની સામે આવેલ જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા વાળદ કામ કરતાં અમીત કાંતિલાલ હિરાણી નામના યુવાને આજે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા ગયેલ તે દરમિયાન પોલીસ કમિશ્નરને મળવા નહીં દેવાતા ફિનાઈલ પી લીધી હતી. જેના કારણે તેને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ યુવાને પોતે ગત તા.12-2-2024ના રોજ આપેલી અરજી અંગે પોલીસ તપાસ કરતી નહીં હોવાનો આક્ષેપ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકે અરજીમાં મોરબી રોડ પર બજરંગ પાર્ક શેરી નં.5માં રહેતા રાજન મનુભાઈ પટેલ, અંકીત મનુભાઈ પટેલ, રણજીતગઢ ગામે રહેતા ગૌતમ ડાયા સાકરીયા, મોરબી રોડ જકાતનાકા સામે શિવમ પાર્કમાં રહેતા નિરવ વિનોદ મુંગરા, આણંદપર નવાગામ ખાતે રહેતા અંકીત પ્રવિણભાઈ સોલંકી તથા યાજ્ઞીક રોડ જીમખાના રોડ પર આવેલ ઈન્ડસઈન્ડ બેંકના અધિકારીઓ વિરૂધ્ધ અરજી આપી હતી.

આ અરજીમાં પોતાના પરિવારના નામે રાજકોટ માર્કેટ યાર્ડની ઓફિસમાં ઈન્ડસઈન્ડ બેંકના અધિકારીઓ પાસે લઈ જઈ ખાતા દીઠ મહિને રૂા.5000 આપવાની લાલચ આપી કુલ ચાર પરિવારજનોના નામે કુલ 6 ખાતાઓ ખોલાવી નાખ્યા હતા અને તેમાંથી રૂા.16 થી 17 લાખ એમીરેટસ બેંક દુબઈમાં નાણા બારોબર મોકલી આપ્યાનો આક્ષેપ કરેલ છે. સાથો સાથ એવું પણ જણાવેલ છે કે આરોપીઓએ તેના પરિવારજનોના નામના ચેક બાઉન્સ કરાવી ફરિયાદ કરવાની ધમકી આપી તેમને બ્લેક મેઈલ પણ કરવામાં આવતાં હતાં.

Advertisement

આ અંગે ફરિયાદની અરજીમાં જણાવ્યું છે કે તેના પરિવારના નામે ખોલાવેલ બેંક ખાતામાં મોબાઈલ નંબર લીંક કરાયા હતાં તે પણ આરોપીઓએ પોતાની પાસે રાખેલ હતાં. આ અંગે ફરિયાદીને તેના ઈમેઈલ આઈ-ડી પર અલગ અલગ ઈ-મેઈલ આવતાં જેમાં દુબઈ ટ્રાન્ઝેકશન કરેલ હોય તેવું જણાતા બેંકનો સંપર્ક સાધ્યો હતો. બેંક પાસેથી જાણવા મળ્યું હતું કે આ બધા ખાતામાં મસમોટી રકમના ટ્રાન્ઝેકશન થયા છે. આ ઉપરાંત ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, આ પૈસા મોટા પ્રમાણમાં દેશદ્રૌહી પ્રવૃતિનો નેટવર્ક ચાલતું હોય તેના છે અને ફરિયાદીની જાણ બહાર આ ટ્રાન્ઝેકશન કરેલ નાખેલ હોય તેણે તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
અરજીમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓ રાજન અને અંકીત પટેલ વ્યાજ વટાવનો ધંધો કરતાં હતાં જેની પાસેથી ફરિયાદીએ લૌકીક પ્રસંગે વ્યાજે પૈસા લીધેલ હોય તેમની સાથે સંપર્ક થયો હતો બાદમાં આરોપીઓ દ્વારા તેને અને તેના પરિવારને દર મહિને આવક થશે તેવું જણાવી ફરિયાદીને વિશ્ર્વાસમાં લઈ અલગ અલગ બે બેંક ઈન્ડસઈન્ડ અને એચડીએફસી બેંકમાં ખાતા ખોલાવીને કૌભાંડ આચર્યુ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement