For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલામાં CNG પંપના અભાવથી વાહનચાલકોને હાલાકી

12:12 PM Dec 09, 2023 IST | Sejal barot
સાવરકુંડલામાં cng પંપના અભાવથી વાહનચાલકોને હાલાકી

સાવકુંડલા શહેરની વસ્તી 1.50 લાખ જેટલી વસ્તી છે અને આમ જોઈએ તો 3 વાહન વચ્ચે 1 વાહન CNG હોય છે. અંતે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની તુલનાએ CNGમાં પ્રદૂષણ પણ ઓછું થાય છે અને આમ પણ પ્રવાસ અને દૂર સુધી વાહન લઈ જવાનું થાય તો પેટ્રોલ ડીઝલમાં પરવડે તેવી સ્થિતિ હાલ આ મોઘવારીમાં કપરી સાબિત થાય છે.અને કંઇક અંશે સાવરકુંડલા શહેરમાં CNGનો પંપના હોવાથી CNGના વાહનોની સંખ્યા પણ ઘટી રહી છે જો વ્હેલી તકે શરૂ થાય તો મધ્યમ વર્ગના લોકો માટે ઘણી રાહત અનુભવાય... અને સાવરકુંડલામાં CNGના હોવાથી શેલણા અને અમરેલી સુધી જવું પડે છે જે મધ્યમ વર્ગ માટે બવ કપરું સાબિત થાય છે. સ્કૂલ ના વાહન થી લઈ અને જરૂરી અને ભાડા ના વાહનો મોટા ભાગે ઈગૠ હોય છે અને પંપના હોવાથી બહુ જ મુશ્કેલી પડે છે.ત્યારે એટલી વસ્તી અને એટલા આધુનિક સમયમાં આ CNG ના હોવાથી બહુ કપરું સાબિત થાય છે.ત્યારે વહેલી તકે CNGપંપ વ્હેલી તકે આવે તેવી લોકો માં માંગ ઉઠી છે...
હું મકવાણા હિતેષ ઉચ્ચતર માધયમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું હું રોજ સીએનજી ગાડી લઈને 25 કિલોમીટરનું અપડાઉન કરું છું સાવરકુંડલામાં સીએનજી પમ્પ ન હોવાથી દૂર સુધી ગેસ પુરાવા જવું પડે છે આવી મુશ્કેલીનો ઘણા બધા લોકો સામનો કરી રહ્યા છે તો વહેલી તકે સીએનજી પમ્પ સાવરકુંડલામાં શરૂ થાય તેવી અમો માગણી કરીએ છીએ.
અમારી જેવા ગાડીઓના ધંધાર્થીઓને પણ ડીઝલનો ફેરો ભક્ષલ ના પ્રમાણમાં ખૂબ જ મોંઘો પડે છે, ભક્ષલ પમ્પ જો સાવરકુંડલામાં આવે તો ખરેખર અમારી સાથે ગ્રાહકોને પણ ખૂબ જ ફાયદો થાય તેમ છે.
સાવરકુંડલા નાયરા પંપવાળા હિરેન સુચકનું કહેવું છે કે સાવરકુંડલા માટે સી.એન.જી.ની કનેકટીવીટી અમરેલી રાજુલા વાયા ચલાલા થઇને રાજુલા જાય છે. જેથી નાના શહેરમાં સી.એન.જી. નો જે સ્ટેશન બનશે તે લગભગ ડોટર સ્ટેશન બનશે. કેમ કે સી.એન.જી. બે પ્રકારનાં સ્ટેશન હોય છે. ડોટર સ્ટેશન તેમજ મધર સ્ટેશન. મધર સ્ટેશન છે તે સંપુર્ણ ઓનલાઇન છે અને જેમાં પ્રેશર પણ ખુબ સારુ હોય છે. પણ આપણે ત્યાં ડોટર સ્ટેશનનાં ચાન્જિસ વધુ છે. હાલમાં સરકારે મધર સ્ટેશનની અરજી જાહેરાત થ્રુ મંગાવેલ છે તેવું જાણવા મળેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement