For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેલવેના પાટાનું કામ કરતા શ્રમિક ઉપર ક્રેનનું બેકેટ માથે પડતાં મોત

04:39 PM Dec 27, 2023 IST | Sejal barot
રેલવેના પાટાનું કામ કરતા શ્રમિક ઉપર ક્રેનનું બેકેટ માથે પડતાં મોત

શહેરની ભાગોળે આવેલા પરાપીપળીયા ગામે રેલવે ફાટક નજીક પાટાનું કામ કરતા શ્રમિક યુવાન ઉપર ક્રેઈનનું બકેટ માથે પડતા શ્રમિક યુવાનનું કરૂૂણ મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા પરાપીપળીયા ગામે રહેતો અને મજૂરી કામ કરતો વિક્રમ નટુભાઈ ગોડીયા નામનો ર0 વર્ષનો યુવાન તેના ગામ પાસે રેલવે ફાટક નજીક પાટાનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે ક્રેઈનનું બકેટ માથે પડતા ગંભીર ઇજા પહોંચી હતી. યુવાનને ગંભીર ઇજા પહોંચતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાનનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલોસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિક્રમ ગુડિયા મૂળ દાહોદ પંથકનો વતની છે અને છેલ્લા દોઢેક મહિનાથી અહીંયા રેલવેના પાટા નાખવાનું કામ કરે છે વિક્રમ ગુડિયા ચાર ભાઈ અને બે બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement