For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજમાં હજાર રૂપરડી માટે યુવાનની હત્યા

01:42 PM Oct 04, 2024 IST | Bhumika
ભુજમાં હજાર રૂપરડી માટે યુવાનની હત્યા
Advertisement

ઉછીના આપેલા નાણાં મૃતકે પરત માગતા મામલો બિચકયો ને આોરપીએ છરીનો ઘા ઝીંકી દીધો

શહેરના સંજોગનગરમાં રાતે ઉધાર આપેલા એક હજાર રૂૂપિયા પરત માગતાં 20 વર્ષીય યુવક રુઝેન અબ્દુલરઝાક હિંગોરજાને આરોપી ઈમરાન ઉર્ફે વાલડી મુબારક જુણેજાએ છાતી સરસી છરી પરોવી કરપીણ હત્યા નીપજાવી હતી. પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો હતો. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો અને પરિજનો એકત્ર થયા હતા. રાત્રે 10 વાગ્યાના અરસામાં સંજોગનગર પાસે થયેલી આ હત્યાના બનાવમાં લોહી નિંગળતી હાલતમાં રુઝેનને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો. આ હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતાં અનેક યુવાનો તથા મૃતકના પરિજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. બીજી તરફ હત્યાની ગંભીરતાને ધ્યાને લઈ એલીસીબીના પી.આઈ. સંદીપસિંહ ચૂડાસમા, એ-ડિવિઝનના પી.આઈ. એ.જી. પરમાર, બી-ડિવિઝનના પી.આઈ. વી.પી. પટેલ પોતપોતાના પોલીસ સ્ટાફ સાથે જી.કે. જનરલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આરોપી ઈમરાનને રાઉન્ડઅપ કરી લેવાયાનું પોલીસ સાધનોએ જણાવ્યું હતું. હોસ્પિટલમાંના પોલીસ અધિકારીઓ અને સંબંધિતો પાસેથી આ હત્યા અંગે મળેલી વિગતો મુજબ અંદાજે 20 વર્ષનો રુઝેન અને પચ્ચીસ વર્ષનો ઈમરાન મુશ્કાનનગર-સંજોગનગરમાં રહેતા હતા.

Advertisement

મૃતક રુઝેને આરોપી ઈમરાનને રૂૂા. એક હજાર ઉધાર આપ્યા હતા. આ ઉધાર આપેલા રૂૂપિયા રુઝેને પરત માગતાં ઈમરાન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર છરી રુઝેનની છાતીમાં પરોવી દઈ કરપીણ હત્યા નીપજાવી હતી. પોલીસે ફરિયાદ નોંધાવા સહિતની કાર્યવાહી આદરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement