સુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા
દાદા ભજનમાંકથી મોડી રાત્રે પરત આવતા સમયે ઘર આગળ પડેલા પૌત્રને લોહીલુહાણ હાલતમાં જોયો
ગાંધીધામના સુંદરપુરીમાં ગત મોડી રાત્રીના ત્રણ શખ્સોએ જુની અદાવતનું મનદુખ રાખીને યુવાનને આડેધડ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના ત્રણેય આરોપીઓને પોલીસે પકડી લીધા છે.
છુટક ડ્રાઈવીંગ કરીને પોતાના પરીવારનું ભરણ પોષણ કરતા વેલજીભાઈ મહેશ્વરીએ આરોપીઓ સુનીલ અભુ સંજોટ, કરણ નારણ માતંગ અને રવી નારણ માંતગ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તા.29ની રાત્રે તેમનો પરીવાર જમી પરવારીને સુઈ ગયો હતો.
તેમના વૃદ્ધ પિતા ભજનમાં ગયા હતા, જ્યારે મોડી રાત્રે પરત આવ્યા તો જોયુ કે ઘર આગળ પ્રાથમિક શાળાની દિવાલના ટેકે એક વ્યક્તિ બેશુદ્ધ અવસ્થામાં બેઠેલો છે. તેમણે ઘરે આવીને જાણ કરી તો પરિવારજનો બહાર જોવા આવ્યા અને તે ફરિયાદીનો 23 વર્ષીય પુત્ર ગોપાલ નિકળ્યો. જેના પર અસંખ્ય છરીના આડેધડ ઘા મારેલા હતા અને લોહી શરીરના ઘણા ભાગોથી લોહી નિકળતું હતું.
ત્યાંજ સ્થળ પર આરોપી કરણ નારણ માતંગ આવી ગયો અને કહેવા લાગ્યો કે નતારા છોકરાને મે અને મારા ભાઈ રવી તથા સુનીલ સંજોટે ભેગા મળીને પતાવી નાખ્યો છે, અને જે આ પડ્યો છેથ દિકરાને તપાસ્યુ તો તેના છાતી, પીઠ અને સાથળના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ઉંડા ઘા લાગેલા હતા.જેને તુરંત રામબાગ હોસ્પિટલ લઈ જતા ઉપસ્થિત તબીબે તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. દરમ્યાન તેમના સમાજના આગેવાને જાણ કરીને તેમના ઘરે આરોપીના દાદી આવ્યા હતા અને જાણ કરી હતી કે તેમનો પૌત્ર કોઇને છરી મારીને ઘરે આવેલો છે, જેથી ફરિયાદી તેના ઘરે ગયા તો સુનીલ હાજર હતો અને તેણે સ્વીકાર્યુ કે તેણે છરી મારી છે.
આ ઘટનાનું કારણ જણાવતા ફરિયાદીએ કહ્યું કે આરોપી રવી નારણ માંતગ અને કરણ નારાણ માંતગ અને સુનીલ અભુ સંજોટ (રહે. ત્રણેય જુની સુંદરપુરી, નવરાત્રી ચોક) એ બે વર્ષ પહેલા ઘરે આવીને ઝગડો કર્યો હતો અને ઘરમાં પેટ્રોલ છાંટી તોડફોડ પણ કરી હતી. તેમજ ફરિયાદીની દિકરીને છરી પણ મારી હતી. જે બાબતે તેમણે પોલીસમાં ફરિયાદ કરતા તે ફરિયાદીના પરીવાર સાથે વેર રાખીને અવાર નવાર ધાક ધમકી કરતા હતા, જેના કારણે આરોપીઓએ આ કૃત્યને અંજામ આપ્યું છે.
આ આરોપીઓનો સુંદરપુરી તેમજ આસપાસના વિસ્તારમાં પહેલાથીજ આતંક હોવાનું જાણવા મળે છે. સુત્રોએ જણાવ્યું કે તેવો લોકોને વારંવાર હેરાન પરેશાન કરતા હતા અને નાની સુની વાત પર પણ મારામારી કરવા લાગતા હતા. ઉપરાંત એક આરોપી સામે અગાઉ પણ એક હત્યાનો ગુનો પણ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત દારુના ગુનાઓમાં પણ આરોપી આવી ચુક્યા છે.