For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સફેદ રણ હજુ જળમગ્ન, રણોત્સવ મોડો થશે

12:27 PM Oct 10, 2025 IST | Bhumika
સફેદ રણ હજુ જળમગ્ન  રણોત્સવ મોડો થશે

સહેલાણીઓએ નવેમ્બર-ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે

Advertisement

છેલ્લા થોડા વર્ષોથી કચ્છનું રણ એ દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ ધોરડો રણ જોવા આવે છે. તેવામાં આ વર્ષે સતત વરસાદના કારણે કચ્છના રણમાં ભરપૂર પાણી ભરાયા છે. જેના કારણે રણોત્સવનું આયોજન ઓક્ટોબરના બદલે ડિસેમ્બરમાં થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલ તો સફેદ રણની દેખાવથી લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે રણમાં જાણે મહાસાગર જ ઘુઘવી રહ્યો હોય. તેવુ દ્રશ્ય જોવા મળે છે.

કચ્છના રણમાં હાલ જે પાણી જોવા મળે છે સિઝનમાં પડેલા વરસાદનું પાણી છે. કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમા ખુબ વરસાદ પડ્યો છે. જેના કારણે આ પાણી રણમાં ભરાઈ ગયા છે. આ વર્ષે દરિયાના મોજામા પણ પલટાવ જોવા મળ્યો છે. અને પાણીના આ ભવ્ય દ્રશ્યમાં મીઠા વડે પથરાયેલી સફેદ ચાદર આકાશમાંથી ચાંદની જેવી જોવા મળી રહી છે.

Advertisement

જ્યારે આ વરસાદી પાણી સંપૂર્ણ રીતે સુકાઇ જશે ત્યારે રણનો પરંપરાગત નજારો ખીલી ઉઠશે જોકે છેલ્લા કેટલાક વર્ષો કરતાં આ વર્ષે પાણીનું સ્તર વધુ છે અને આના કારણે 2025ના રણોત્સવ માટે ઓક્ટોબરથી કોઈ મજબૂત સંકેતો નથી.
જો આ પાણી આગળ વધતા રહ્યા તો રણોત્સવનું આયોજન નવેમ્બરના અંતે કે ડિસેમ્બર સુધી શક્ય બની શકે છે.

ઘોરડોનું સફેદ રણ જે વિશ્વભરમા કુદરતી સુંદરતા માટે પ્રસિદ્ધ છે . આ પ્રકારના ચાંદની દ્રશ્ય કે રણની વિશાળ સફેદ ચાદર અન્ય કોઈ સ્થળ પર જોવા મળી શકતી નથી, જે કચ્છને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષક બનાવે છે. સફેદ રણ માત્ર કચ્છની ઓળખ નથી, પણ આ દુનિયાનો એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં રણની ચાંદની જોવા માટે લોકો ખાસ કરીને વિદેશથી પણ આવે છે. રણોત્સવ દરમિયાન અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા, મ્યુઝિક શો અને સ્થાનિક ભોજનની વિશિષ્ટ વ્યવસ્થા થતી હોય છે. આવી ભવ્યતા જોવા માટે પણ પ્રવાસીઓ હવે ડિસેમ્બર સુધી રાહ જોશે એવું લાગી રહ્યું છે

Advertisement
Tags :
Advertisement
Advertisement