ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાપર અને ભાભરમાં 32 કલાકમાં અનરાધાર 17 ઇંચ

05:23 PM Sep 08, 2025 IST | Bhumika
Advertisement

સુઇગામમાં 24 કલાકમાં 16.5 ઇંચ પડ્યા બાદ મેઘરાજાના ખમૈયા, વાવમાં 14, લખપતમાં 13.25 ઇંચ વરસાદ ખાબક્યો

Advertisement

રાજ્યમાં મેઘકહેરની સ્થિતિ જોવા મળી રહી છે. મજબૂત વરસાદી સિસ્ટમ ડીપ ડીપ્રેશન બનતાં ભુક્કા બોલાવતો વરસાદ ખાબક્યો છે. જ્યાં આજે સોમવારે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ પડ્યા બાદ આજ સવારથી બપોર સુધીમાં કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં રાપર અને ભાભરમાં 17 ઇંચ તથા વાવ 14, લખપત 13.25 ઇંચ વરસાદ ખાબકતા કચ્છમા જળબંબાકરની સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલે બનાસકાંઠાના ચાર જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે. જ્યાં સૌથી વધુ બનાસકાંઠાના સૂઈ ગામમાં 16.14 ઈંચ વરસાદ ખાબકયો હતો અને થરાદમાં 11.73 ઇંચ, સાંતલપુરમાં 7.56 ઇંચ વરસાદ, રાધનપુરમાં 7.17 ઇંચ, દિયોદરમાં 6.69 ઇંચ, માળિયામાં 4.57 ઇંચ, વાલોદમાં 4.41 ઇંચ, દેહગામમાં 4.33 ઇંચ, કપરાડામાં 4.13 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે 53 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને આજે કચ્છમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થાય છે.

બનાસકાંઠા જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આજે સવારથી કચ્છમાં ફરી અનરાધાર વરસાદ શરૂ થયો છે. જેના પગલે આજે આંગણવાડી, સ્કૂલ, કોલેજોને બંધ રાખવા તંત્રની સૂચના છે. જિલ્લામાં આજે રેડ એલર્ટને લઈને લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સૂઈ ગામમાં ભારે વરસાદને લઈ નડાબેટનું રણ દરિયો બન્યું છે. બીજી બાજુ, કચ્છમાં આજે ભારે વરસાદના પગલે શાળાઓ બંધ રહી હતી. કચ્છ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય 10 જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યને છેલ્લા ચાર દિવસી ધમરોળતા મેઘ રાજાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ ગઇકાલે 222 તાલુકાઓમાં 0॥થી 16॥ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો અને આજે સવારથી કચ્છમાં અનરાધાર વરસાદ વરસતા 17 ઇંચથી વધુ પાણી વરસી ગયું છે. ગઇકાલેના વરસાદના પગલે અનેક જળાશયોમાં નવા નીરની ભરપૂર માત્રમાં આવક જોવા મળી છે. તેવી જ રીતે રાજ્યના હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ રસ્તાઓ ધોવાઇ જતા વાહન વ્યવહારને માઠી અસર પણ પહોંચી છે.અનેક ગ્રામ્ય વિસ્તર અંધાર પટ છવાતા વીજતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વીજપૂરવઠો પૂન: સ્થાપીત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કયાં કેટલો વરસાદ?

તાલુકો ઇંચ
રાપર 17
વાવ 16
ભાભર 16
સુઇગામ 16.4
થરાદ 12
સાંતલપુર 7.8
રાધનપુર 7.28
દિયોદર 6.8
ગાંધીધામ 5
માળીયા 4.6
વાલોદ(તાપી) 4.4
દેહગામ 4.4
કપરાડા 4.1
ધરમપુર 3.8
ખેરગામ (નવસારી) 3.7
ડોલવાણ 3.6
મોરબી 3.5

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement