For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી

11:30 AM Aug 12, 2024 IST | Bhumika
કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી
Advertisement

કચ્છના સંવેદનશીલ એવા અટપટા હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી છે.પિલર નંબર 1161 પાસેથી બીએસએફના જવાનોએ ઝડપેલી બોટમાંથી માછીમારીની સામગ્રી સિવાય વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી.

હરામીનાલામાં પિલ્લર નંબર 1161 વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ 59 બટાલિયનના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.ત્યારે ભારતીય સીમા વિસ્તારમાંથી બિનવારસુ હાલતમાં પડેલી પાકિસ્તાની બોટ નજરે પડતા તેને ઝડપી પાડી હતી.જોકે ગુરુવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવેલી આ બોટમાંથી તપાસ દરમિયાન માછીમારીના સામાન સિવાય અન્ય કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી. ભારતીય સીમા વિસ્તારમાંથી મળેલી બિનવારસુ સિંગલ એન્જિન વાળી લાકડાની બોટમાંથી 2 આઈસબોક્ષ,2 માછીમારીની જાળી, ઝરીકેન 6, મિલ્ક પાવડર, લોટ, ચોખા, ચા બનાવવા માટેના સાધનો સહિતની માછીમારને લગતો સામાન સિવાય અન્ય કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે,કચ્છના હરામીનાળાના અટપટા એવા કાદવ અને કીચડ વાળા આ વિસ્તારમાં હજુ થોડા દિવસો પૂર્વે જ પિલર નંબર 1136 વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બે જવાનો કાદવમાં ફસાઈ જવાથી વીરગતિ પામ્યા હતા.તેમજ થોડા સમય અગાઉ બીએસએફના અધિકારીઓએ પણ આ વિસ્તારની જાત મુલાકાત લીધી હતી.બે દિવસ પૂર્વે બિનવારસુ હાલતમાંં મળી આવેલ પાકિસ્તાની બોટ અંગે દયાપર પોલીસ મથકે બીએસએફ દ્વારા જાણવા જોગ નોંધ કરાવી હોવાનું પીએસઆઇ કે.એ.જાડેજાએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement