કચ્છમાં રોમિયોગીરીની શંકાએ બે યુવકને તાલિબાની સજા
બન્ને યુવાનોનું મુંડન કરી અડધી મૂછો કાપી, ગુદાના ભાગે મરચાનો પાઉડર નાખી નિર્દયતાથી બેફામ માર માર્યો
ભુજ તાલુકાના સરહદી ખાવડા પંથકના અને ગામના સીમ વિસ્તારમાં બે યુવક પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ પરોમિયોગીરીથની શંકા રાખી યુવકોનાં માથાંનું મુંડન કર્યું, અર્ધ મૂછો કાપી અને અને ગુદાના ભાગે મરચાંનો પાઉડર નાખી નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા હતા.
આ મામલે ખાવડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ચાર ઈસમ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ઘટનામાં સામેલ અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટના ગત માસની 31મી તારીખે બપોરે 4 વાગ્યાના અરસામાં બની હતી.
ખાવડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનનારા બે પિતરાઈ ભાઈ સીમ વિસ્તારમાં પોતાની ગુમ થયેલી ગાયની શોધમાં નીકળ્યા હતા. એ સમયે ધોરાવર ગામના નૂરમામદ જૂણસ સમાં, હનીફ જાકબ સમાં, રફીક સિદ્ધિક સમાં અને ભિલાલ સુલેમાન સમાં તથા અન્ય અજાણ્યા લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.પોલીસે આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય ચાર આરોપી સાથે સંડોવાયેલા અન્ય ઇસમોનાં નામ મેળવવા તપાસ શરૂૂ કરી છે. બનાવને અંજામ આપનારા આરોપીઓના સઘડ મેળવવા પણ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસની વધુ તપાસ મહિલા એએસઆઈ રવીબેન દ્વારા કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે શંકાના દાયરામાં આવેલા યુવકોનાં માથાંનું મુંડન કરાયું, અડધી મૂછો કાપી અને ઢોરમાર મારવામાં આવ્યો હતો. બીજા વીડિયોમાં યુવકોને નગ્ન કરી જમીન પર ઊંધા સુવડાવી ગુદા માર્ગે લાલ મરચાંનો પાઉડર પણ છાંટવામાં આવ્યો હતો. આ અત્યાચાર ગામની છોકરીઓની છેડતી કરવાની શંકા રાખીને કરવામાં આવ્યો હતો.ભુજના દુર્ગામ ખાવડા પંથકમાં બે યુવકો ઉપર છેડતીની શંકામાં અત્યાચાર ગુજારવા મામલે પોલીસે આરોપીઓ સાથે બનાવ સ્થળે ઘટનાનું રિક્ધટ્રક્શનકર્યું હતું. દોરડાથી બાંધીને તમામ આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યાં હતા. જ્યા ઘટનાનું રિક્ધટ્રક્શન કરવામાં આવ્યું હતું.
