For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરજબારી પુલ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોત

12:18 PM Jun 02, 2025 IST | Bhumika
સુરજબારી પુલ ઉપર બાઈકને  ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોત

કચ્છના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી પુલ પર આગળ જતી બાઇકને પાછળથી ટ્રકે હડફેટમાં લેતાં દશરથ ડાયા કોળી તથા રવિસિંઘ કિશોરસિંઘ પંજાબી નામના યુવાનોના મોત થયા હતા. જ્યારે અન્ય એક કિશોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Advertisement

મોરબીના માળિયા ખાતે ઇન્ડિયા સોલ્ટમાં કામ કરનાર મૂળ ભચાઉ તાલુકાના જંગી ગામના ફરિયાદ એવા અમરશી ખોડા પરમાર (કોળી) ગત તા. 30/5ના રાત્રે પોતાના ઘરે હતા. આ ફરિયાદીના બે દીકરા શામજી અને દિનેશ પણ આ કારખનામાં કામ કરે છે.
બનાવના દિવસે ફરિયાદીનો નાનો દીકરો દિ

નેશ તથા તેમના ગામનો દશરથ ડાયા કોળી અને હિટાચી મશીનનો ઓપરેટર રવિસિંઘ માળિયાથી સૂરજબારી બાજુ દોસ્તી હોટલે નાસ્તો કરવા આવ્યા હતા અને ચા-પાણી, નાસ્તો કર્યા બાદ ત્રણેય પરત ઇન્ડિયા સોલ્ટ માળિયા બાજુ જઇ રહ્યા હતા. તેમનું બાઇક સૂરજબારી પુલ ઉપર પહોંચતાં પાછળથી આવતા ટ્રક નંબર જી.જે. 39-ટી. 8871એ બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર ત્રણેયને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જેમાં દશરથ કોળીનું બનાવ સ્થળે જ મોત થયું હતું, જ્યારે દિનેશ અને રવિસિંઘને સારવાર અર્થે સામખિયાળી લઇ જવાતાં ફરજ પરના તબીબે રવિને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

જ્યારે દિનેશ નામના કિશોરને સારવાર હેઠળ રખાયો હતો. એકીસાથે બે યુવાનોના મોતના પગલે ભારે ગમગીની પ્રસરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement