અંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોત
અંજારની કર્મચારી કોલોની પાસે નિર્માણાધિન મકાન પાસે બાજુમાં જ રહેતા બે બાળ સહોદર રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. આ ઘટનામાં પ્રાપ્ત વિગતો મુજબ, મુળ બિહારના બિટ્ટુ તિવારી પોતાની પત્ની અને બાળકો સાથે અંજારની કર્મચારી કોલોની પાસે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે બિટ્ટુના બે પુત્ર 7 વર્ષીય અભિનંદન બિટ્ટુ તિવારી અને 6 વર્ષીય અંકુશ બિટ્ટુ તિવારી પોતાના ઘર પાસે નવા બની રહેલા મકાન પાસે રમી રહ્યા હતા.
તે દરમિયાન રમતા રમતા નિર્માણાધીન મકાનના પાણીના ખુલ્લા ટાંકામાં પડી ગયા હતા. અંજારમાં પોતાના ઘર પાસે રમી રહેલા 7 અને 6 વર્ષની ઉમરના બે સગા ભાઇઓ રમતા રમતા ઘર નજીક બની રહેલા મકાનના પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટના અરેરાટી સર્જે તેવી છે, પરંતુ પોતાના માસૂમ બાળકો રમતા હોય તો પણ ધ્યાન રાખવું તેમજ જ્યાં મકાનના કામો ચાલુ હોય ત્યાં ટાંકા બંધ રાખવા જેવી તકેદારી રખાય તો આવી ઘટનાઓ અટકી શકે છે.