કચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોત
માંડવી તાલુકાના બીદડા અને નાની ખાખર ગામ વચ્ચેના ધોરીમાર્ગ પર બપોરે લગભગ 4.30 વાગ્યે એક દુર્ઘટના સર્જાઈ. મુંદરામાં રહેતા બે 17 વર્ષીય કિશોરોના મોત નિપજ્યા છે. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.મૃતક કિશોરોની ઓળખ આર્યન ભરતભાઈ ડોરું અને નૈતિક કિશોરભાઈ ડોરું તરીકે થઈ છે. બંને મૂળ રામાણિયાના વતની હતા. નાની ખાખર ગામની ગોળાઈ પાસે બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો.
ઘટના બાદ બંને કિશોરોને માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. કોડાય પોલીસે તપાસ શરૂૂ કરી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. બાઇક સ્લિપ થયું હતું કે કોઈ ભારે વાહને ટક્કર મારી હતી તે અંગે તપાસ ચાલી રહી છે. પીએસઆઇ પરમાર કેસની તપાસ કરી રહ્યા છે.