ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માંડવીમાં કાર પલટી મારી જતા નાસ્તો કરી પરત ફરતા બે મિત્રોના કરૂણ મોત

11:52 AM Jan 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રસ્તા પર ખાડા-ટેકરા હોવાથી ચાલકે કાબુ ગુમાવ્યો: પરિવારમાં શોક

Advertisement

મુળ અબડાસાના અને હાલ લાંબા સમયથી માંડવી રહેતા પરિવારના બે યુવાનો રાત્રીના સમયે કાર લઇ કોડાય પુલ ચા-નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે કાર પલટી ખાઈ જતા ઘટના સ્થળે જ કરૂૂણ મોત નીપજ્યા હતા.પીયાવા નજીક સાયફન નર્મદા કેનાલની ઉપરના રસ્તે પસાર થતા સમયે ખાડા-ટેકરા હોવાથી કાબુ ગુમાવ્યા બાદ અકસ્માત સર્જાતા ક્ષત્રિય અને ગૌસ્વામી સમાજમાં શોકનું માહોલ છવાયો છે.

બુધવારે રાત્રે માંડવીના રિદ્ધિ સિદ્ધિ નગરમાં રહેતાં મુળ અબડાસાના ખુડા ગામના 19 વર્ષીય હિતરાજસિંહ સરદારસિંહ અને મુળ ધ્રુફી ગામના 21 વર્ષીય સાવનગર નારણગર ગોસ્વામીનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બન્ને હતભાગી મિત્રો રાત્રે કોડાય પુલ ચા-નાસ્તો કરવા માટે કારથી નીકળ્યા હતા.

એ દરમિયાન પિયાવા પાસે સાઇફન નર્મદા કેનાલની ઉપરથી પસાર થતો ખાડા-ટેકરા વાળો રસ્તો અકસ્માતનું કારણ બન્યું હતું.જેના કારણે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી.જેમાં બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર મળે તે પહેલાં ઘટના સ્થળે મોત થયું હતું.ગોઝારી ઘટના બાદ મૃતક હિતરાજસિંહની અંતિમવિધિ ખુડા ગામમાં કરવામાં આવી હતી.જયારે મૃતક સાવનગરને ધુફી ગામે સમાધી આપવામાં આવી હતી.બન્ને મિત્રોના એકસાથે મોતની ઘટનાથી પરિવાર અને મિત્ર વર્તુળ શોકમાં ગરકાવ થયો હતો. પિયાવા પાસે ભુજ-માંડવી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વચ્ચે આવતી નર્મદા સાઇફન કેનાલ ઉપર રસ્તો લાંબા સમયથી ખખડધજ છે જેના કારણે અગાઉ પણ રાત્રીના ભાગે અકસ્માતની ઘટનાઓ બની ચુકી છે.અકસ્માત ઝોન બન્યો હોવાની ચાડી ખાતા રોડનું વહેલી તકે સમારકામ કરાય તેવી માંગ ઉઠી રહી છે.

Tags :
gujaratgujarat newskatch mandvimandavi news
Advertisement
Advertisement