કચ્છના માધાપરમાં સ્કૂટર સ્લીપ થતાં ટ્રેલરના ટાયરમાં કચડાતાં શિક્ષિકાનું મોત
યુવતી કોલેજે જવા નીકળી ત્યારે અકસ્માતની ઘટના બની : પરિવારમાં શોક
કચ્છના માધાપર ગામમાં સવારે એક કરુણ અકસ્માત સર્જાયો છે. મુકત જીવન સ્વામી બાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં પીટી શિક્ષકા તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય નંદનીબેન લાલજીભાઈ પીંડોરીયાનું એક્ટિવા સ્લીપ થવાથી મૃત્યુ થયું છે.
એક્ટિવા સ્લીપ થયા બાદ ટ્રેઈલરન પોલીસ દફ્તરે નોંધાયેલી વિગતો અનુસાર, નંદનીબેન સવારે નવાવાસથી એક્ટિવા પર કોલેજ જવા નીકળ્યા હતા. પોલીસ ચોકી પાસે તેમનું એક્ટિવા સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે જી.કે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.
પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.અકસ્માતની જાણ થતાં પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યાં હતા.
આ ઘટનાથી સમગ્ર પાટીદાર ચોવીસી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નંદનીબેનની અંતિમયાત્રા સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન એશ્વર્ય નગરથી નીકળી હતી.ઉલ્લેખનીય છે કે કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.
બે દિવસ પહેલાં જ નખત્રાણા તાલુકાના દનણા ગામના એક વિદ્યાર્થીનું દેવપર ગઢ ખાતે મોત નિપજ્યું હતું અને બીજો વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હતો.
--