ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માંડવીની સોની બજારમાં 22.66 લાખના શંકાસ્પદ ચાંદીના ઘરેણા વેચવા આવેલા ઝડપાયા

01:10 PM Jun 26, 2025 IST | Bhumika
Advertisement

ગઈકાલે માંડવીની સોની બજારમાં રાજસ્થાની નંબર પ્લેટવાળી કાર સાથે શંકાસ્પદ ચાંદીનાં ઘરેણા વેચવા આવેલા ત્રણ શખ્સને બાતમીના આધારે એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીને બાતમી મળી હતી કે, માંડવીના આઝાદ ચોકમાં એક ગ્રે રંગની રાજસ્થાન રાજ્યના પાસિંગની મારુતિ કંપનીની સ્વીફ્ટ કાર નં. આરજે-24-સીએ-4899વાળીમાં અમુક ઈસમો પોતાના કબજામાંના આધાર-પુરાવા વગરનાં ચાંદીનાં ઘરેણા લઈને માંડવીની સોની બજારમાં વેચાણ કરવા માટે આવ્યા છે.

Advertisement

આ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી કાર કિં. રૂૂા. 3,00,000 સાથે કીર્તિક રમેશભાઈ સોની, કીર્તિભાઈ સુરેશભાઈ સોની (રહે. બંને સુરત) અને કરણસિંહ મોહનસિંહ રાજપૂત (રહે. મોડી, તા. ગોગુદા, ઉદયપુર, રાજસ્થાન)ને ચાંદીના અલગ-અલગ ઘરેણા વજન 25 કિલો 900 ગ્રામ જેની કિં.રૂૂા. 22,66,300 એમ કુલ રૂૂા. 25,66,300ના મુદ્દામાલ સાથે પકડી ઘરેણાનાં બિલો રજૂ ન કરી શકતાં શંકાસ્પદ મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ. આર. જેઠી, પીએસઆઈ જે.બી. જાદવનાં માર્ગદર્શન હેઠળ હે.કો. મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ, સૂરજભાઈ વેગડા, કૃષ્ણદેવસિંહ ગોહિલ અને કલ્પેશભાઈ ચૌધરી જોડાયા હતા.

Tags :
crimegujaratgujarat newsMandviMandvi NEWS
Advertisement
Next Article
Advertisement