કચ્છ રાજવી પરિવારના પ્રીતિ દેવીની માતાના મઢમાં પતરી વિધિની અપીલ સુપ્રીમે ફગાવી
માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન કરવામાં આવતી ચામર-પતરી વિધિ અંગે ભુજ કોર્ટે વર્ષ 2021માં આપવામાં આવેલા ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દબાતલના હુકમને કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવી દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટેમાં પડકારવામાં આવ્યો હતો.
જેને જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન મશીની બેન્ચ દ્વારા શુક્રવારે માત્ર પાંચ જ મિનિટની સુનાવણી બાદ પ્રીતિદેવીની સ્પેશિયલ લીવ અપીલને ડિસમિસ કરવામાં આવી છે.
કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીએ મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા દ્વારા પતરી વિધિ કરવા અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
જેની શુક્રવારે દિલ્હીમાં અદાલત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભુજથી એડવોકેટ ભરત ધોળકિયા સહીત સાત વકીલ દ્વારા પ્રીતિદેવી વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે બીજી અપીલ ચાલી રહી છે તેવામાં સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ દખલ કરવા માંગતી નથી એવું જણાવીને દેશની સર્વોચ્ચ અદાલતે કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીની સ્પેશ્યલ લીવ અપીલને ફગાવી દીધી હતી.