ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા
એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે કહ્યું, તે મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કર્યો છે ? યુવતીએ સબંધ રાખવાની ના પાડી ને શખ્સ છરી લઇ તૂટી પડ્યો
કચ્છનાં ભુજમા ગ્રીષ્મા કાંડ જેવી જ ઘટના પ્રકાશમાં આવી છે ભુજમા એરપોર્ટ રીંગ રોડ નજીક સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજનાં સંકુલની બહાર કોલેજીયન યુવતીને તેનાં જ પાડોશમા રહેતા યુવકે સોશ્યલ મીડીયામા બ્લોક કરવા મામલે ગળુ કાપી હત્યા નીપજાવી છે આ ઘટનામા યુવતીને બચાવવા વચ્ચે પડેલા ધરાર પ્રેમી સાથે આવેલા યુવકને પણ છરીનાં ઘા ઝીકી દીધા હતા . યુવકની હત્યાથી કચ્છ - ભુજમા હોબાળો મચી ગયો છે. અને મૃતકનાં પરીવારમા શોક છવાઇ ગયો છે.
ઠઆ મામલા અંગે પોલીસે બનાવસ્થળે પહોંચી તથા હોસ્પિટલ પહોંચી તલસ્પર્શી તપાસ આદરી છે અને આરોપી મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા (ઉ.વ.22, રહે. ભારતનગર, ગાંધીધામ)ને રાતે ઝડપી ગુનો દાખલ કરવાની તજવીજ આદરી છે.
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં બ્લોક કરવાના મુદ્દે ઝનુની વિદ્યાર્થીએ યુવતીનું સરાજાહેર ગળુ કાપી હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે કોલેજના સંચાલક કિરીટ કારિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોલેજના બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મૂળ ગાંધીધામની અને હાલ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સાક્ષી ખાનિયા કોલેજ પૂર્ણ થયા બાદ એસએમઆઈટી સંકુલથી બહાર નીકળીને એપ્રોચ રોડ પર પહોંચી ત્યારે બે યુવક આવ્યા હતા, જે તેની સાથે ચર્ચા કરી રહ્યા હતા, દરમિયાન એક યુવકે છરીથી છાત્રાના ગળાના ભાગે હુમલો કર્યો હતો, તો આ ઘટનામાં હુમલાખોર સાથે આવેલો યુવક પણ ઘાયલ થયો હતો. કોલેજની છાત્રા હોઈ શકે તેમ માની એક વટેમાર્ગુએ આ ઘટના અંગે કોલેજમાં જાણ કરતાં વિદ્યાર્થિનીની સારવાર માટે અમે તાત્કાલિક તેને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન છાત્રાનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
બીજી તરફ હોસ્પિટલ પહોંચેલા કોલેજના એચઓડી ચિંતન રાવલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હુમલાખોર યુવતીનો પડોશી છે. દરમ્યાન રાતે આ હિચકારો હુમલો કરનારા આરોપી મોહિતની ભુજ વિસ્તારમાંથી જ પોલીસે ઝડપી લીધો હતો દરમ્યાન યુવતી સાથે અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલના છાત્રો એકત્ર થયા હતા. ગાંધીધામથી યુવતીના પરિજનો પણ દોડી આવ્યા હતા. આ બનાવ બાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં એકત્ર છાત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આરોપીની સોશિયલ મીડિયાની આઈ.ડી.માં બ્લોક કરી દેતાં આરોપી યુવક એકદમ ઉશ્કેરાયેલો હતો અને તેણે યુવતીને પૂછયું કે, તે મને શા માટે બ્લોક કર્યો... યુવતીએ કહ્યં કે, મને તારી સાથે કોઈ જ વ્યવહાર-સંબંધ રાખવા નથી. આથી ઉશ્કેરાઈ છરી કાઢી યુવતીના ગળા પર ફેરવી કરપીણ હત્યા કરી નાખી હતી જ્યારે આરોપી સાથે આવેલા જયેશે બચાવ કરવા જતા તેને પણ પીઠમાં છરી મારી આરોપી ઘટનાસ્થળેથી નાસી ગયો હતો જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.