અંજારમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ ઉલાળતા વૃદ્ધનું મોત
છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી છે, શહેરના મોટા ભાગના સોસાયટી, રહેણાક અને જાહેર માર્ગો પર મોટા પ્રમાણમાં ઢોરોના ઝૂંડ નજરે જોવા મળી રહ્યા છે, અંજાર શહેરમાં અગાઉ પણ અનેક વખત રખડતા ઢોરોનાં કારણે અનેક લોકોના અસ્થિભંગના અગણિત બનાવો બની ચૂક્યા છે, તેમજ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે શહેરના જેસલ તોરલ ચોક મધ્યે આવો જ એક દુ:ખદ કિસ્સો બન્યો હતો, બપોરના જેસલ તોરલ ચોક મધ્યે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા લોહાર સમાજના 77 વર્ષીય વડીલ વૃદ્ધ નાનજીભાઈ દેવજીભાઇ દાવડા (લુહાર)ને એક આખલાએ હડફેટે લેતાં ગંભીર ઈજાઓ થઇ હતી, જેને સારવાર માટે અંજારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યા, પરંતુ કમનસીબે વૃદ્ધે સારવાર દરમ્યાન દમ તોડી નાખ્યો હતો. અંજારમાં અનેક વખત આવા ગંભીર બનાવો બની ચૂક્યા છે, છતાં પણ નિદ્રાગ્રસ્ત અંજાર સુધરાઇ દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી,