For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોત

12:21 PM Jun 30, 2025 IST | Bhumika
ભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોત

પરિણીતા એક્ટિવા લઇ ભુજથી સુખપર આવી રહ્યા હતા

Advertisement

તાલુકાના સુખપરના હંસાબેન તેના નવ વર્ષના પુત્ર કૃષ્ણ રમેશ પિંડોરિયાને એક્ટિવામાં બેસાડી રાત્રે ઘરે સુખપર લઈ જતાં હતા ત્યારે મિરજાપર પાસે પાછળથી ટ્રકે ટક્કર મારતાં હંસાબેન સાઈડમાં પડયાં હતાં
અને પુત્ર કૃષ્ણ ટ્રકના ટાયર તળે ચગદાઈ જતાં માતાની સામે જ વહાલસોયા પુત્રનાં કમકમાટીભર્યાં મોતની કરુણ ઘટના બની હતી રાત્રે મિરજાપરના બસ સ્ટેશન પાસે થયેલા અકસ્માત અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં પ્રવીણ વાલજી હીરાણીએ નોંધાવેલી વિગતો મુજબ તેમના બહેન હંસાબેન પિંડોરિયા (રહે. નરનારાયણનગર, સુખપર) તેના ભાઈ સવજીભાઈનાં એક્ટિવાથી ભુજથી સુખપર આવી રહ્યાં હતાં, ત્યારે રાત્રે નવ વાગ્યાના અરસામાં મિરજાપરના બસ સ્ટેશન પાસે પાછળથી આવતી ટ્રક નં. જીજે-1-એઝેડ-7254ના ચાલકે ટક્કર મારતાં ભાણેજ કૃષ્ણ નીચે પડી જતાં તેના પર ટ્રકનાં ટાયર ફરી વળતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે રાતે પંચનામા અને ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement