ભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરાર
ભુજના ચકર ગામે ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી રૂૂ. 4.63 લાખની રોકડ સહીત રૂૂ.53.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં મહિલા સહીત 18 જુગારીઓ ફરાર થઇ ગયા હોય જેના નામ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તપાસમાં ખોલ્યા છે.
મળતી વિગતો મુજબ ભુજના ચકર ગામે ખેતરમાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી પીઆઈ આર.કે.કરમટા અને તેમની ટીમે દરોડો પડ્યો હતો જેમાં જુગાર રમતા મુરાદ અલ્લારખા કારાણી,અશ્વિનભાઈ ગેલાભાઈ કોળી,મનોજ ઉર્ફે સંદિપ હીરાભાઈ છૈયા,મામદ અધભા શિરચ,મહમદભાઈ આદમભાઈ ખાતુબારા,હિતેશગીરી રવિગીરી ગોસ્વામી,કપિલનાથ કાલિયાનાથ ગોસાઈ,નરોત્તમ હરજીભાઈ મકવાણા,મહેન્દ્રસિંહ જીલુભા જાડેજા,ડાયાલાલ ગોવિંદભાઈ મહેશ્વરી,કાસમભાઈ આદમભાઈ સંઘાર,હિરેન શાંતિલાલ ગોરની ધરપકડ કરી રૂૂ. 4.63 લાખની રોકડ સહીત રૂૂ.53.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં ગુલાબસિંહ ખેતુભા જાડેજા,પપ્પુ જાડેજા, સલમાબેન સુલેમાનભાઈ ગંધ, મહેશ ઉર્ફે મેસો જીવણભાઈ કોળી, ભરતભાઈ આલ, પ્રકાશસિંહ પ્રભુભા જાડેજા, અશ્વિનભાઈ શાહ ઉર્ફે શાહભાઈ, કાળુભા જાડેજા, અકબર, દિક્ષ સુરેશભાઈ ઠક્કર ઉપરાંત સાત વાહનોના માલિક વાહનો રેઢા મૂકી ભાગી ગયા હતા.
સ્થળ ઉપરથી GJ 12 CP 3477, GJ 39 CA 9892, GJ 27 AH 3790, GJ 12 DM 8799, GJ 12 EF 3030, GJ 12 EB 5481, GJ 12 EL 2162, GJ 12 EG 4499 નંબરની કાર કબજે કરવામાં આવી હતી.