રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભુજમાં ગુનેગારોના ઘરે સર્ચ: સોનાના નકલી 12 બિસ્કિટ, હથિયારો અને 23 મોબાઇલ મળ્યા!

12:07 PM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

એલસીબી અને એસઓજીની ટીમ 42 જેટલા લિસ્ટેડ ગુનેગારોના ઘરે ત્રાટકી : સાત વાહનો ડીટેઇન કર્યા

Advertisement

અસામાજિક તત્ત્વો અને ગુનેગારી સાથે સંકળાયેલાં તત્ત્વો ઉપર કમરતોડ વાર કરવાના હેતુસર રાજ્યના પોલીસવડાએ આપેલી 100 કલાકની અવધિ સાથેના અલ્ટિમેટમનાં પગલે પૂર્વ કચ્છ પોલીસ એકશન મોડમાં આવ્યા બાદ પશ્ચિમ કચ્છ પોલીસનો પણ જિલ્લા મથક ખાતે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્ત્વોના ઘરે કાફલો પહોંચ્યો હતો અને આ આકસ્મિક કાર્યવાહીમાં નકલી સોનાનાં બિસ્કિટ તેમજ ઘાતક હથિયારો અને બિલ વિનાના મોબાઇલ ફોન પણ મળતાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. ખાસ કોમ્બિંગ દરમ્યાન પોલીસ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નૂરમામદ ઇબ્રાહીમ અજડિયા (રહે. માલધારી નગર) વાળાના પ્રભુનગર પાસે આવેલા વાડામાં તલાસી લેતાં તથા સહઆરોપી મોહિત પ્રદીપ માખીજાના કબજામાંથી નાના-મોટા 12 નકલી સોનાનાં બિસ્કિટ, નાના-મોટા ધારિયા નંગ-7, તલવાર, કુહાડી તથા લોખંડના પાઇપ અને બિલ વગરના 23 મોબાઇલ મળી આવ્યા હતા. એ-ડિવિઝન પોલીસે બંને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મિલકત-શરીર સંબંધી તથા અન્ય ગુનાઓ શોધી આરોપીઓ પર નજર રાખવા અને તલાસી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના-માર્ગદર્શનનાં પગલે આજે સાંજે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓનાં ઘરે જઈ તેઓની ગતિવિધિની જાણકારી તેમજ તલાસી કરવા માટે પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ યોજાયું હતું, જેમાં સ્થાનિક ગુનાશોધન શાખા એસ.ઓ.જી., એ અને બી-ડિવિઝન, સિટી ટ્રાફિક, પેરોલ ફર્લો, માધાપર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ શહેરના સંજોગનગર, ભીડનાકા, લખુરાઈ, કેમ્પ એરિયા તેમજ અન્ય સ્થળોએ જુદી-જુદી ટીમ બનાવી ધસી ગયા હતા. આ ખાસ કોબ્મિંગ દરમ્યાન 42 આરોપીઓના રહેણાક મકાનની તલાસી લેવાતાં 28 શંકાસ્પદ ચેક મળ્યા હતા. 58 એન.સી. કેસ કરવામાં આવ્યા હતા. સાત વાહન ડિટેઈન થયાં હતાં અને 21,500નો સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો.

ભુજ એરપોર્ટ રોડ ઉપરથી પોલીસે સર્ચ ઓપરેશન હથિયાર, મોબાઈલ, અને નકલી સોનાના બિસ્કીટનો જથ્થો કબજે કર્યો ગઈકાલે મોડી રાત્રે હાથ કરવામાં આવેલ આ સર્ચ ઓપરેશન નૂર મામંદ અજઠીયા અને મોહિત પ્રદીપ માખી જા ના કબજામાંથી નાના-મોટા 12 હથિયાર 11 નકલી સોનાના બિસ્કીટ અને 23 જેટલા બિલ વગરના મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા આ સર્ચ ઓપરેશનમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા, એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી ભુજ એડિવિઝનના પોલીસી ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદી વગેરે જોડાયા હતા ખાસ કરીને 100 કલાકમાં ગૃહ વિભાગે ગુનેગારો પર ટૂટી પડવાનો આદેશ કર્યો છે તે મુજબ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

Tags :
Bhujcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement