For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જર્જરિત શાળા અને શિક્ષકોની ઘટના મામલે કચ્છના બે ગામમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર

04:05 PM Jun 28, 2025 IST | Bhumika
જર્જરિત શાળા અને શિક્ષકોની ઘટના મામલે કચ્છના બે ગામમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર

ધારાસભ્યની હાજરીમાં બનેલી ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર

Advertisement

ગુજરાતમા શાળા પ્રવેશોત્સવ-2025 કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-2025 માટે કચ્છ પહોંચ્યા. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવમા કચ્છ આવે પહેલા જ શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

કચ્છના લખપતના કોટડા મઢ ગામમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં 400 વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી હાજર ન રહ્યા. કોટડા મઢ ગામમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન એક પણ વિદ્યાર્થી હાજર ન રહ્યો. કચ્છ તંત્ર માટે આ શરમજનક ઘટના છે.

Advertisement

કચ્છના લખપતના કોટડા મઢની શાળા જર્જરિત હાલતમા છે શાળાના મકાનમાં છત પરથી પોપડા પડે છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામા આવી હતી કે શાળાની છત પરથી પોપડા પડી રહ્યા છે. આ મુદ્દે ગયા વર્ષે પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં લાંબા સમયથી શાળાની મરામત કરવામા આવી નથી ત્યારે શાળા પ્રવેશોત્સવ દરમિયાન વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે.

ઉપરાંત ખડીર વિસ્તારના અમરાપર ગામમાં પણ શિક્ષકોની ઘટ છે ત્યારે આ બાબતે વાલીઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લીધે શાળા પ્રવેશોત્સવનો ધારાસભ્યની હાજરીમાં બહિષ્કાર કરવામાં આવ્યો. આ અંગે ધારાસભ્યએ જણાવ્યું કે આખા જિલ્લામા શિક્ષકોની ઘટ છે. ધારાસભ્યએ મૌખિક ખરી આપતા જણાવ્યું કે શિક્ષકોની ભરતી થશે પછી આ સમસ્યાનું સમાધાન આવી જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement