ભુજના ભીડનાકા વિસ્તારમાંથી રિક્ષાચાલક ગાંજા સાથે ઝડપાયો
ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગાંજાની હેરાફેરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભીડનાકા વિસ્તારમાંથી એક રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે.
આરોપીની ઓળખ અદ્રેમાન ઉર્ફે અકરમ સુલેમાન વીરા (ઉંમર 40) તરીકે થઈ છે, જે ભુતેશ્વર ફળિયામાં રહે છે. પોલીસે તેની પાસેથી પેન્ટના ખિસ્સામાંથી ગાંજાની પડીકીઓ મળી આવી હતી. આરોપીની પૂછપરછમાં તેના ઘરે વધુ ગાંજાનો જથ્થો હોવાની કબૂલાત કરતા, પોલીસે ઋજક અધિકારી અને પંચોની હાજરીમાં તેના ઘરે રેઇડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ 185 ગ્રામ ગાંજો (કિંમત રૂૂ.1,850), એક મોબાઇલ ફોન (કિંમત રૂૂ.5,000) અને બજાજ કંપનીની પેસેન્જર રિક્ષા (કિંમત રૂૂ.50,000) મળીને કુલ રૂૂ.56,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક અજાણ્યો આરોપી હજુ ફરાર છે.પોલીસે આરોપી વિરુદ્ધ ગઉઙજ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ધીરાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઇ લક્ષ્મણભાઇ અને નવીનભાઇ લગધીરભાઇ સામેલ હતા.