કચ્છ યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને કાયમી સેકશન ઓફિસરની ભરતી રદ
ભરતીમાં કૌભાંડની ફરિયાદ ઉઠ્યા બાદ સમિતિએ રિપોર્ટ સબમિટ કરતાં નિર્ણય
કચ્છની ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા યુનિવર્સિટીના બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ બાદ તપાસના આદેશ અપાયા હતાં. જેમાં તપાસ સમિતિએ રિપોર્ટ સબમિટ કરતાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આસીસ્ટન્ટ રજીસ્ટાર અને ચાર સેકશન ઓફિસરની કાયમી ભરતી રદ કરી દેવામાં આવી છે.
કચ્છ યુનિવર્સીટીમાં નોન ટીચિંગ સ્ટાફ ભરતી રાજ્ય સરકારે રદ્દ કરી છે. જે સંદર્ભે આ મામલે લડત ચલાવતા કચ્છ યુનિવર્સીટીના પૂર્વ સેનેટ ડો. રમેશ ગરવા એ જણાવ્યું કે, 16 નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તેમજ રજિસ્ટ્રારના પી.એ. તરીકે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા બે સહિત પાંચ લાગતા વળગતાઓ પાસે કોઈપણ પ્રકારનો અનુભવ અને યુજીસીના સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ કે એક્ટનો ખુલ્લેઆમ ભંગ કરીને કાયમી ઓર્ડર આપી દઈ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
જેની કચ્છ યુનિવર્સિટીનાં જ પૂર્વ સેનેટ ડો.રમેશ ગરવાએ ફરિયાદ કરી હતી. ફરિયાદ કરવામાં આવી હતી. ગત 08-03-2024ના રોજ માત્ર વેબસાઈટ પર કોઈપણ નોટિફિકેશન નંબર કે આઉટવર્ડ નંબર વિના જાહેરાત મૂકી દઈ તેના પછીના નવ મહિનાની અંદર અનેક પ્રકારના ખેલ કરી 26-12-2024ના રોજ પાંચેય લાગતા વળગતાઓને ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક આપી દઈ 28-12-2024ના રોજ હોદ્દાની પણ ફાળવણી કરી દેવામાં આવી હતી. આ ભરતીમાં તમામ નિયમોનો ભંગ કરી ગેરકાયેદે રીતે નિમણૂક ઓર્ડર આપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે અમારા દ્વારા શિક્ષણ વિભાગમાં ફરિયાદો કરતા તપાસના આદેશ અપાયા હતા. જે અંતર્ગત વિસનગરની એમ એન કોલેજના પ્રિન્સિપાલના વડપણ હેઠળની તપાસ ટીમ ભુજ પહોંચી હતી અને યુનિવર્સિટીમાં જઈ નિવેદનો મેળવ્યા હતા. જે લોકોએ ફરિયાદો કરી છે. તેઓને રૂૂબરૂૂ બોલાવી સાંભળવામાં આવ્યા હતા. આધાર પુરાવા અંકે કર્યા હતા. અમારા નિવેદનો મેળવ્યા બાદ સમગ્ર તપાસનો અહેવાલ તૈયાર કરી સરકારમાં સુપ્રત કરવામાં આવ્યો છે. અહેવાલ બાદ રાજ્ય સરકારે નોન ટીચિંગ ભરતી રદ્દ કરી છે જે સત્યનો વિજય છે.
સમગ્ર મામલે કચ્છ યુનિવર્સીટીના રજિસ્ટ્રાર અનિલ ગોર જણાવ્યું કે, કચ્છ યુનિવર્સીટીમાં નોન ટીચિંગ ભરતીમાં કેટલાક પ્રશ્નો અને ફરિયાદો ઉઠી હતી.જે સંદર્ભે એક ખાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાંથી આ ભરતી રદ્દ કરવામાં આવી છે.