ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાપરના સુજાવાંઢમાં સગીરાને અપહરણકારના હાથમાંથી બચાવવા વચ્ચે પડેલી માતાની હત્યા

12:33 PM Sep 05, 2024 IST | Bhumika
Advertisement

પરિણીત આરોપીને સગીરા સાથે પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું: આરોપીઓની શોધખોળ

Advertisement

રાપર તાલુકાના ફતેગઢ નજીક આવેલી સુજાવાંઢમાં પોતાની સગીર વયની દીકરીને અપહરણકારના હાથમાંથી બચાવવા વચ્ચે પડેલી તેની માતાનું આરોપીઓએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હોવાની સમી સાંજે બનેલી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મૂળ લોદ્રાણીના રહેવાસી અને છેલ્લા કેટલાક વર્ષોથી તાલુકાના ફતેગઢ નજીક આવેલી સુજાવાંઢમાં વાડી કરીને મજૂરી કરતા જમણીબેન બાબુભાઇ કોલી (પારકરા) ઉ.વ.50 આજે તેમની સગીર વયની દીકરી સાથે ફતેગઢથી વાડીએ જતા હતા ત્યારે આરોપીઓ દ્વારા સગીર વયની દીકરીનું અપહરણ કરતા તેમાં વચ્ચે પડેલી તેની માતા જમણીબેન બાબુભાઇ કોલી ઉપર ખૂની હુમલો કર્યો હતો જેમાં જમણીબેન કોલીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપીઓ સગીરાનું અપહરણ કરીને નાસી ગયા હતા.

જે બાદ ઘટનાની જાણ થતા રાપર પોલીસ દ્વારા મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલ લઈ આવીને પંચનામા અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા સાથે પરણિત આરોપીને પ્રેમ સબંધ હોવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળ્યું હતું. આરોપીઓ પણ (પારકરા) કોલી સમાજનાં અને ફતેગઢ, લોદ્રાણીનાં રહીશ હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.

Tags :
crimegujaratgujarat newsmurderRapar
Advertisement
Next Article
Advertisement