કચ્છમાં ગરબી રમી ઘરે જતી યુવતી ઉપર દુષ્કર્મ
05:03 PM Oct 09, 2024 IST | admin
વડોદરા અને માંગરોળ પાસે ગેંગરેપની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ત્યાં કચ્છના આડેસરમાં એક ગામે 18 વર્ષીય યુવતી ઉપર બળાત્કાર અને જાતિ અપમાનિત કરાઈ હોવાની ફરિયાદ પોલીસ દફ્તરે નોંધાઈ છે. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આડેસર પોલીસેનોંધાયેલી ફરિયાદના આધારે વિગતો આપતા જણાવેલ કે, ગત તા. 5ની મોડી રાત્રે એક ગામની શેરી ગરબી પુરી થયા બાદ ઘરે પરત જતી યુવતીને ચક્કર આવતા તે માર્ગની બાજુમાં બેસી ગઈ હતી.
Advertisement
આ દરમિયાન પાસેના કારખાનામાં કામ કરતા મજૂરે યુવતીની પૃચ્છા કરી તેને પાણી પીવડાવા માટે કારખાનામાં સાથે લઈ ગયો હતો, એજ સમયે કારખાનાનો માલિક ત્યા પહોંચી આવતા તેણે યુવતી સાથે બળાત્કાર કર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ થઈ છે. રેપ કેસ સાથે જાતિ અપમાનિત કર્યાની પણ ફરિયાદ નોંધાવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement
Advertisement