અંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયા
પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે જડસા સીમમાં આવેલી વાડીમાં ધમધમી રહેલી ધાણી પાસાના જુગારની ક્લબમાં દરોડો પાડી 6 જુગારીઓને રૂૂ.4.07 લાખ રોકડ,વાહનો અને મોબાઇલ સહિત કુલ રુ.9.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે 20 જુગારીઓ પકડવાના બાકી હોવાનું એલસીબીએ જણાવ્યું હતું.
પીઆઇ એન.એન. ચુડાસમાએ જણાવ્યું હતું કે ટીમ સામખિયાળી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, જડસાનો મનહર અજમલ કોલી પોતાના કબજાની બરોડા સીમમાં વાડીમાં રાપરના મહેશ જીવણ કોલી અને ભરત પ્રેમજી કોલી બહારથી જુગારીઓને બોલાવી તેમની પાસેથી નાલ ઉઘરાવી ધાણી પાસાનો જુગાર કમી રમાડે છે.
જેના આધારે ત્યાં દરોડો પાડી મહેશ છગનભાઇ વાઘેલા, ભરત ભવનભાઇ રાઠોડ, રામજી કેશરભાઇ મણકા, ધર્મેન્દ્રસિંહ હેતુભા જાડેજા, દિનેશ જેઠાભાઇ બારડ અને ભુપત મોતીભાઇ કોલીને રૂૂ.4,07,000, 3 બાઇકો અને એક જીપ સહિત કુલ રૂૂ.9,37,000 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા , જોકે 20 જુગારી નાસી જતાં પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરીમાં તેમની સાથે એલસીબી પીએસઆઇ ડી.જી.પટેલ અને સ્ટાફ જોડાયો હતો.
મહેશ ઉર્ફે મેસો જીવણભાઇ કોલી, ભરત પ્રેમજીભાઇ કોલી, મનહર અજમલભાઇ કોલી, લાલા ડાયાભાઇ આહીર, પરબત દેવાભાઇ ખીંટ, યોગેશ ઉર્ફે મુન્નો કાંતિગીરી ગોસ્વામી, મહેશ રામુભાઇ વાઘેલા, રાજુભા જાડેજા, બબાભાઇ આહીર, મુરાદ અલ્લારખા મીર, વેલા છગનભાઇ કોલી, ફારૂૂક ઉર્ફે ફારો પણકા, રહિશ ખોજા, આમીન ઉર્ફે આઇબો હિંગોરજા, વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુભા વિક્રમસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, કાસુભાઇ પણકા, બબા પાંચાભાઇ આહીર, નિતિન રમેશચંદ્ર રાજગોર અને પ્રભુ સુરાભાઇ આહીર પકડવાના બાકી હોવાનું એલસીબીએ જણાવ્યું હતું.